રાજકોટ નોકરી કરતા યુવક ઉપર ગોંડલમાં 10 શખ્સોનો હુમલો

ભક્તિનગરમાં મ્યુચલ ફંડની ઓફિસમાં સામુ જોવા બાબતે થયેલ ઝઘડામાં મારમાર્યા ગોંડલના ભગવતપરામાં રહેતા અને રાજકોટના ભક્તિનગર વિસ્તારમાં મ્યુચલફંડની ઓફિસમાં નોકરી કરતા યુવાનને સામુ જોવા બાબતે…

ભક્તિનગરમાં મ્યુચલ ફંડની ઓફિસમાં સામુ જોવા બાબતે થયેલ ઝઘડામાં મારમાર્યા

ગોંડલના ભગવતપરામાં રહેતા અને રાજકોટના ભક્તિનગર વિસ્તારમાં મ્યુચલફંડની ઓફિસમાં નોકરી કરતા યુવાનને સામુ જોવા બાબતે સાથી કર્મચારી સાથે થયેલ ઝઘડાન ખાર રાખી રાજકોટથી ગોંડલ ઘરે જતાં યુવકને 10 શખ્સોએ માર મારતા આ મામલે ગોંડલ સીટી પોલીસ મથકમાં એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.

ગોંડલના ભગવતપરા શેરી નં. 29/12માં રહેતા દિપકભાઈ બાઉદીનભાઈ પરમારે નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજદીપ પઢિયાર, ઉદિત, પૃથ્વી, નિર્મલ અને તેની સાથેના બીજા છ શખ્સોના નામ આપ્યા છે. દિપકે ફરિયાદમાં જણાવ્યા મુજબ તે રાજકોટમાં ભક્તિનગરમાં આવેલ મ્યુચલફંડની કંપનીમાં નોકરી કરતો હોય જ્યાં રાજદીપ તેની સાથે નોકરી કરતો હોય જ્યારે રાજદીપે દિપકને તુ મારી સામે શા માટેજોવે છે તેમ કહી રાજકોટમાં ઝઘડો કર્યો હતો

. જે તે વખતે ગત તા. 7/1ના રોજ બનેલા આ બનાવ બાદ દિપક ગઈકાલે જ્યારે પોતાના રાજકોટ ખાતેના ઓફિસેથી ગોંડલ ગયો ત્યારે ગુંદાળા દરવાજા પાસે દિપકને રાજદીપ તથા ઉદિત અને પૃથ્વી અને અહેમદે રસ્તામાં રોકી મારમાર્યો હતો. આ મારામારી વખતે મોટરસાયકલમાં આવેલા રાજદીપના અન્ય છ જેટલા મિત્રોએ પણ ત્યાં આવી દિપકને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી ધોકા તેમજ ત્યાં પડેલા લોખંડના પાના વડે માર માર્યો હતો. ઈજાગ્રસ્ત દિપકને સારવાર અર્થે ગોંડલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ મામલે દિપકે ગોંડલ સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસીટી અને મારામારી કરનાર 10 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *