રાજકોટ શહેરના જંગ્લેશ્ર્વરમા આવેલી એકતા કોલોનીમા આવેલા મકાનમા જુગાર રમાતો હોવાની બાતમીના આધારે ભકિતનગર પોલીસે દરોડો પાડી બે વિધાર્થી સહીત 10 શખ્સોને ઝડપી લીધા હતા. તેમજ તેમની પાસેથી રૂ. 10 હજારનો મુદામાલ કબજે કરવામા આવ્યો છે.વધુ વિગતો મુજબ ભકિતનગર પોલીસના પીએસઆઇ એમ. એન. વસાવા, પ્રકાશભાઇ મકવાણા, રાજદિપસિંહ જાડેજા, પુષ્પરાજસિંહ ગોહિલ સહીતના સ્ટાફે બાતમીના આધારે જંગ્લેશ્ર્વરમા આવેલી એકતા કોલોનીમા જુગારનો દરોડો પાડી જુગાર રમતા જાવેદ હનીફ બ્લોચ, હમજા રફીક સૈયદ, શાબીરઅલી અબ્દુલ મનાનશાહ, સંદીપ ભગવાનજી પરીયા, મોહસીન હનીફ મનસુરી, પ્રકાશ ભીખુ ઓડેદરા, નસીબુદીન છબન શાહ, સોહમ રોહીત પરમાર, સકીલ બશીર મીર અને રવી ભુદળ સુરેલને ઝડપી લઇ રૂ. 10 હજારનો મુદામાલ કબજે કરવામા આવ્યો હતો. આ જુગારમા નસીબુદીન અને સોહમ કોલેજમા અભ્યાસ કરતા હોવાનુ જાણવા મળી રહયુ છે.
