એક વર્ષમાં બેન્ક કરતા વધુ વ્યાજની લાલચ આપી હતી : દંપતી સહિત ચાર સામે ફરિયાદ
રૈયા રોડ પરના સોપાન હાઇટ્સમાં રહેતા અને 150 ફૂટ રીંગ રોડ પર આવેલા જેડ બ્લુ શો રૂૂમમાં 10 વર્ષથી કેશીયર તરીકે નોકરી કરતાં જગતભાઇ મહાશંકરભાઈ પાઠક (ઉ.વ. 38) અને અન્ય નવ વ્યક્તિ સાથે સિમેન્ટના બ્લોક બનાવવાની ફેક્ટરીમાં રોકાણ કરાવવાના બહાને આરોપી વિમલ ખેર, તેના પત્ની સોનીયાબેન, બે મિત્રો ભાવિન મહાલિયા અને ચંદ્રદિપ મહાલિયાએ રૂૂા.85.18 લાખની છેતરપિંડી કર્યાની રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
જગતભાઈએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેની સાથે નોકરી કરતા ભાવિન જોશીએ 2023ની સાલમાં તેને કહ્યું કે વિમલ ઇન્ડીયન ટેરીનના શો રૂૂમમાં નોકરી કરે છે. તેની પત્ની સોનીયા બે મિત્રો ભાવિન અને ચંદ્રદિપ સાથે સીએમ એન્ટરપ્રાઈઝ નામની પેઢી ચલાવે છે. તેઓ ભાગીદારીમાં સિમેન્ટના બ્લોક બનાવવાની ફેક્ટરી શરૂૂ કરવાના છે. જેમાં રૂૂપિયાનું રોકાણ કરવાથી એક વર્ષ બાદ સારુ વળતર મળશે તેણે પણ રોકાણ કર્યું છે.તેના દસેક દિવસ બાદ ભાવિને તેને આ માટેની મીટીંગ બીગ બજાર મોલ પાસેની શેરીમાં આવેલ અમરનાથ મહાદેવના મંદિર નજીકના આરએમસીના બગીચામાં ગોઠવાયાનું કહ્યું હતું જેથી તે ભાવિન સાથે તે મીટીંગમાં જતાં ચારેય આરોપીઓએ કહ્યું કે તેઓ સિમેન્ટના બ્લોકની ફેક્ટરી બનાવે છે.
જે માટેના ગર્વમેન્ટ કોન્ટ્રાક્ટ રાખ્યા છે પેઢીમાં રોકાણ કરવાથી એક વર્ષ બાદ વધુ વ્યાજ અને નફા સાથે રકમ પરત કરશે. આ વખતે તેણે વિમલને પોતાની પાસે રોકડ રકમ નહીં હોવાનું કહેતા વિમલે કહ્યું કે ક્રેડીટ કાર્ડ સ્વાઈપ કરવાથી પણ રોકાણ કરી શકાય છે.
પરિણામે તેણે તેનું અને પત્ની અર્ચનાબેન આહુજાનું ક્રેડિટ કાર્ડ આપ્યું હતું. જેમાંથી કુલ રૂૂા.6.30 લાખ વિમલે સ્વાઇપ કરીને નક્કી થયા મુજબ રોટેશન બીલનો ચાર્જ ઓનલાઈન ટ્રાન્સફર કરી આપ્યો હતો. એકાદ વર્ષ બાદ તેણે વિમલને કોલ કરી નફાની અને મુળ રકમ પરત આપવાની વાત કરતાં એક મહિનાની મુદત માંગી હતી. એક મહિના બાદ ફરીથી કોલ કરતાં બહાના શરૂૂ કર્યા હતા.
જેથી મિત્ર ભાવિનને વાત કરતાં તેણે કહ્યું કે તેના પણ રૂૂા.9.94 લાખ, મિત્ર નિલેશ સાગઠીયાના રૂૂા.5.59 લાખ સ્વાઈપ કરાવ્યા છે. તેમણે પણ વિમલને કોલ કરતાં બહાના કાઢ્યા છે.સાથોસાથ ફરિયાદ કરવી હોય તો પણ કરી નાખવા કહ્યું હતું.તે વખતે તેને જાણવા મળ્યું હતું કે તેના મિત્ર કાર્તિકભાઈ જોશીના રૂૂા.9.49 લાખ, પારસભાઈ પંચાલના રૂૂા.1.94 લાખ, મિહિરભાઈ વિરાણીના રૂૂા. 10.15 લાખ, જયભાઈ વાછાણીના રૂૂા.11.79 લાખ અને અજયભાઈ તેરૈયાના રૂૂા.13.67 લાખ પણ સલવાયા છે. આ તમામે પણ વિમલના કહેવાથી રોકાણ કરી જુદા- જુદા ક્રેડિટ કાર્ડ સ્વાઈપ કરી રકમ એપી હતી. આ રીતે ચારેય આરોપીઓએ કુલ રૂૂા.85.18 લાખની છેતરપીંડી કરી હતી.