મનપાના વેરાવિભાગ દ્વારા મિલ્કતવેરા રિકવરી ઝુંબેશ અંતર્ગત અલગ અલગ વિસ્તારોમાં કાર્યવાહી હાથ ધરી વધુ 10 મિલ્કત સીલ કરી 1 નળ જોડાણ કાપી સ્થળ ઉપર રૂા. 49.62 લાખની વેરાવસુલાત કરી હતી.
મનપાના વેરાવિભાગ દ્વારા આજે સવારથી શીતલ પાર્ક પાસે આવેલ 1-નળ કનેક્શન કપાત સામે રીકવરી રૂૂ.1.34 લાખ, પરાબજાર મેઇન રોડ પર આવેલ 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.2.06 લાખ, પરાબજાર મેઇન રોડ પર આવેલ 1-યુનિટને સીલ મારેલ, ક્રુષ્ણપરામા 1-યુનિટને સીલ મારેલ, પરસાના નગરમાં 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.1.05 લાખ, પેડ્ક રોડ પર આવેલ ‘ગણેશ કોમ્પ્લેક્ષ’ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં-2 ને સીલ મારેલ, રાજપૂતપરામાં 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.1.66 લાખ, ટાગોર રોડ પર આવેલ ‘અરીહંત એપાર્ટમેન્ટ’ ફર્સ્ટ ફ્લોર ઓફિસ નં-103 ના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.98,678, કિશનપરામા 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.1.36 લાખ, મહીલા કોલેજ ચોક પાસે આવેલ ‘કોસમો કોમ્પ્લેક્ષ ’શોપ નં-21 ને સીલ મારેલ, ન્યુ જાગનાથમાં આવેલ ‘સ્મીત કોમ્પ્લેક્ષ’ થર્ડ ફ્લોર ઓફિસ નં-125/36 ને સીલ મારેલ, ગોંડલ રોડ પર આવેલ ‘પટેલ છાત્રાલય’ ના વાંધા અરજીનો નિકાલ કરતાં રીકવરી રૂૂ.56.00 લાખ, મહાદેવવાડી મેઇન રોડ પર આવેલ ‘ત્રીમુર્તી ટાવર’ ફર્સ્ટ ફ્લોર શોપ નં-3 ને સીલ કરી હતી.
આ કામગીરી નાયબ કમિશ્નર સી.કે.નંદાણી તથા આસી.કમિશ્નર સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ ,સિદ્ધાર્થ પંડ્યા ,ભાવેશ પુરોહિત,વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા,ફાલ્ગુની કલ્યાણી ,ઇસ્ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરઓ દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવેલ છે. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.