મનપાના વેરાવિભાગ દ્વારા રિકવરી ઝુંબેશ અંતર્ગત આજે ત્રણેય ઝોનમાં વધુ 10 મિલ્કત સીલ કરી રહેણાકના ત્રણ નળ જોડાણ કાપ્યા હતાં. તેમજ બે આસામીઓને ટાંચ અને જપ્તીની નોટીસ ફટકારી સ્થળ ઉપર રૂા. 29.46 લાખની વેરાવસુલાત કરી હતી.
મનપા દ્વારા જામનગર રોડ ગાંધી સોસાયટી સામે માધાપર ઈન્ડ એરિયામાં 1-યુનીટને સીલ મારેલ. બાકી માંગણું 1.27 લાખ, મોરબી રોડ પર ઉત્સવ પાર્કમાં મોમાઈ દેરી સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.1.00 લાખ, મણીનગર કુવાડવા રોડ જકાતનાકાની બાજુમાં 1-યુનીટને સીલ મારેલ.બાકી માંગણું રૂૂ.1.01 લાખ, સત્યસાંઈ હાર્ટ હોસ્પિટલ રોડની બાજુમાં નાના મૌવા શેરી નં-64 આશોપાલવ ઘર નં-91 ને નળ-કનેક્શન કપાત કરતા રિકવરી રૂૂ.87,300, સત્યસાંઈ હાર્ટ હોસ્પિટલ રોડની બાજુમાં નાના મૌવા શેરી નં-64 આશોપાલવ ઘર નં-92 ને નળ-કનેક્શન કપાત કરતા રિકવરી રૂૂ.83,000, યુનિવર્સીટી રોડ પર શક્તીનગરમાં શગુન એપાર્ટમેન્ટમાં ફર્સ્ટ ફ્લોર ફ્લેટ નં-101 ને નળ કનેક્શન કપાત કરેલ. બાકી માંગણું 90,573, મવડી મેઈન રોડ પર સ્વાશ્રય સોસાયટીમાં શેરી નં-7 માં ઓમ ને નોટીસ સામે રિકવરી રૂૂ.47,632, મણીનગર ઈન્ડ એરિયામાં ઇનોવા ઇન્ડસ્ટ્રીઝમાં 1-યુનીટ સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.97,000, માલવિયાનગરમાં દોશી હોસ્પિટલ રોડ પર ગાયત્રી કોમ્પ્લેક્ષ બી ઓફીસ નં-બી/11 એચ ને સીલ મારેલ. બાકી માંગણું રૂૂ.79,194, રામનગરમાં શેરી નં-2 માં 1-યુનિટની સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.55,560 કરી હતી.
મનપા દ્વારા સમ્રાટ ઈન્ડ એરિયામાં 1-યુનિટની સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.76,500, ગાયત્રીનગર મેઈન રોડ મારુતી નંદન કોમ્પ્લેક્ષ સેકંડ ફ્લોર શોપ નં-5 ને સીલ મારેલ. બાકી માંગણું રૂૂ.60,113, ગાયત્રીનગર મેઈન રોડ મારુતી નંદન કોમ્પ્લેક્ષ સેકંડ ફ્લોર શોપ નં-3 ને સીલ મારેલ. બાકી માંગણું રૂૂ.75,395, કોઠારીયા રીંગરોડ મારુતી ઈન્ડ એરિયામાં શેરી નં-4 માં 1-યુનીટને સીલ મારેલ. બાકી માંગણું રૂૂ.52,828, કોઠારીયા રીંગરોડ રીયેબલ મેટલ સામે પરધામ ઈન્ડ એરિયામાં 1-યુનીટને સીલ કરી હતી.