રાજકોટ-ચોટીલા હાઇવે ઉપર 10 કિલોમીટરનો ટ્રાફિકજામ

રાજકોટ-ચોટીલા નેશનલ હાઈવે પર ઉપર હાઇવે પર ખાડા બુરવાની કામગીરી શરૂૂ કરવામાં આવતા છેલ્લા ત્રણ દિવસથી રાજકોટ-ચોટીલા હાઇવે ઉપર લાંબો ટ્રાફિક જામ થાય છે, છતાં…

રાજકોટ-ચોટીલા નેશનલ હાઈવે પર ઉપર હાઇવે પર ખાડા બુરવાની કામગીરી શરૂૂ કરવામાં આવતા છેલ્લા ત્રણ દિવસથી રાજકોટ-ચોટીલા હાઇવે ઉપર લાંબો ટ્રાફિક જામ થાય છે, છતાં તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા નહી કરવામાં આવતા હજારોવ વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ટ્રાફિક જામને કારણે વાહનોની આશરે 10 કિલોમીટર લાંબી કતારો લાગી રહી છે. ટ્રાફિક જામમાં અમદાવાદ એરપોર્ટ અને રેલવે સ્ટેશન જતા મુસાફરોની સાથે ઇમરજન્સી સેવાઓ પણ ખોરવાતા રોજિંદી સમસ્યાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
રાજકોટ-અમદાવાદના સિક્સ લેન હાઈવે ઉપર ચોટીલા પાસે રસ્તા ઉપર મોટા ખાડા હોય જેને રીપેરીંગ કરવાની કામગીરી નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા શરુ કરવામાં આવી છે, જોકે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ડાઈવર્ઝનની વ્યવસ્થા કર્યા વિના આ કામગીરી શરૂૂ કરતા રાજકોટ-ચોટીલા હાઈવે ઉપર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.

છેલ્લા ત્રણ દિવસથી મહાઆફત રાજકોટ અને અમદાવાદ તરફ જતા માર્ગો ઉપર 10 કિમીથી વધુ લાંબી વાહનોની કતારો લાગી જતાં હજારો વાહનચાલકો અને મુસાફરો કલાકો સુધી અટવાઈ પડ્યા હતા. ટ્રાફિક જામની સૌથી ગંભીર અસર ઇમરજન્સી સારવાર માટે એમ્બ્યુલન્સમાં લઈ જવાતા દર્દીઓ ઉપર પડી હતી. હાઈવે ઉપર સર્જાયેલી વાહનોની ગીચતા વચ્ચે એમ્બ્યુલન્સને પણ આગળ વધવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા હાઇવે ઉપર ડામર પાથરવાની કામગીરી દરમિયાન વારંવાર ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવા છતાં અગાઉના અનુભવોમાંથી કોઈ બોધપાઠ લેવામાં આવતો નથી. કોન્ટ્રાક્ટર કંપનીનું અણઘડ આયોજન, કામગીરી દરમિયાન જવાબદાર અધિકારીની અસરકારક દેખરેખનો અભાવ અને માત્ર લેબર કામદારોના ભરોસે ચાલતી વ્યવસ્થાને કારણે ટ્રાફિક નિયંત્રણની સ્થિતિ કથળી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

આ ઉપરાંત નેશનલ હાઈવે ઓથોરિટી, કોન્ટ્રાક્ટર કંપની, પોલીસ તંત્ર અને ચોટીલાના સ્થાનિક પ્રશાસન વચ્ચે જરૂૂરી સંકલનના અભાવને કારણે પરિસ્થિતિ વધુ વણસી રહી છે. એક તરફ રોડનું કામ ચાલતું હોય અને બીજી તરફ હજારો વાહનોની અવરજવર ચાલુ રહેતી હોય ત્યારે વૈકલ્પિક માર્ગ, વાહનોની અવરજવરનું નિયંત્રણ અને ઇમરજન્સી વાહનોને રસ્તો આપવાની વ્યવસ્થા અગાઉથી નક્કી હોવી જરૂૂરી છે. પરંતુ આવી વ્યવસ્થાના અભાવે સામાન્ય મુસાફરોને હાલાકી ભોગવવી પડી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *