દવાનો જથ્થો પલળી જવાના પ્રકરણમાં 10 કર્મચારીઓની હકાલપટ્ટી

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એક મહિના પહેલા 714 પ્રકારની દવાઓનો સ્ટોક ચાર મહિનાથી ખાલી હોવાની ફરિયાદ ઉઠતા એ જથ્થો પૂરો પાડતી એજન્સી ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન…

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એક મહિના પહેલા 714 પ્રકારની દવાઓનો સ્ટોક ચાર મહિનાથી ખાલી હોવાની ફરિયાદ ઉઠતા એ જથ્થો પૂરો પાડતી એજન્સી ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન લિમિટેડના રાજકોટ સ્થિત વેરહાઉસમાં તપાસ કરવાથી અનેક દવાઓના બોક્સ વરસાદી પાણીથી પલળતી હાલતમાં નજરે પડતા ઉહાપોહ મચી ગયો હતો.

જેના પગલે આરોગ્ય મંત્રીએ આદેશ આપતા ગાંધીનગરથી ટીમ દોડી આવી હતી અને તેના તપાસ રિપોર્ટના આધારે બેદરકારી દાખવનાર હંગામી સ્ટોર મેનેજરને સસ્પેન્ડ કરી દઈ ખાનગી એજન્સીના સિનિયર કાર્માસીસ્ટ, પેકર્સ, પ્યુન અને ફાઈનાન્સના એક કર્મચારીને પરભેગા કરી દેવા હુકમ કર્યો છે. આ હુકમને પગલે ખાનગી એજન્સીના અન્ય ત્રણ કર્મચારીઓએ રાજીનામાં ધરી દીધાનું સામે આવ્યું છે.આ મામલે કુલ 10 સામે કાર્યવાહી કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ સપ્ટેમ્બર-2025માં રાજકોટના મોરબી રોડ ઓવરબ્રિજ પાસે આવેલ ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લિમિટેડના વેર હાઉસમાં સ્થાનિક સ્ટાઇની બેદરકારીને કારણે સતત બીજા વર્ષે લાખો રૂૂપિયાની દવાઓનો જથ્થો પલળી જતા દેકારો બોલી ગયો હતો. નોંધનીય છે કે, ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લિમિટેડના વેર હાઉસમાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલ, મોરબી અને જૂનાગઢ જિલ્લાની તમામ સરકારી હોસ્પિટલોને દવાઓનો જથ્થો પૂરો પાડવામાં આવી રહ્યો છે. આ અગાઉ વર્ષ 2024માં પણ મોટા પ્રમાણમાં દવાઓ પલગી ગઈ હતી. આ વર્ષ પણ દવાઓનો જથ્થો પલળી જતા જીએમએસસીએલના એમડી દિગંત બ્રહ્મભટ્ટે ગાંધીનગરથી બે અપિકાલીઓની ટીમને તાત્કાલિક તપાસ માટે દોડાવી હતી.

બીજી તરફ રાજકોટ ખાતે તપાસ માટે આવેલ જીએમએસસીએલના જનરલ મનેજર પી.વી.ગોડલીયા અને ડેપ્યુટી જનરબ મેનેજર દ્વારા ધગધગતો રિપોર્ટ કરવામાં આવતા એમડી દિગંત બ્રહ્મભટ્ટ રાજકોટ જીએમએસસીએલના સ્ટોર મેનેજરને સસ્પેન્ડ કરવા હુકમ કરી એમ.જે. સોલંકીના કોન્ટ્રાક્ટરના માણસ એવા એક સિનિયર ફાર્માસીસ્ટ, ત્રણ પેકર્સ, એક ખૂન અને ફાયનાન્સની કામગીરી કુરતા એક કર્મચારીને છુટા કરવા આદેશ કર્યો હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ છ કર્મચારીઓ સામે પગલાં લેવાયા બાદ અન્ય ત્રણ ખાનગી માણસોએ રાજીનામા ધરી દેતા દેવા પલળી જવા પ્રકરણમાં 10 સામે પગલા લેવાતા ખળભળાટ મચી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *