ભાવનગર હાઇ વે પર કારમાંથી 360 બોટલ દારૂ સાથે 1 ઝડપાયો

શહેરની ભાગોળે ભાવનગર હાઇવે પર વીઠ્ઠલવાવ નજીકથી પોલીસે બાતમીના આધારે 360 બોટલ દારૂ ભરેલી કાર સાથે રેલનગરના શખ્સને ઝડપી લીધો હતો. જયારે દારૂ મંગાવનાર લક્ષ્મીવાડીના…

શહેરની ભાગોળે ભાવનગર હાઇવે પર વીઠ્ઠલવાવ નજીકથી પોલીસે બાતમીના આધારે 360 બોટલ દારૂ ભરેલી કાર સાથે રેલનગરના શખ્સને ઝડપી લીધો હતો. જયારે દારૂ મંગાવનાર લક્ષ્મીવાડીના શખ્સનું નામ ખુલતા તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ આર.કે.ગોહિલના માર્ગદર્શન હેઠળ એએસઆઇ સંજય દાફડા, રણજીતસિંહ પઢારીયા સહિતનો સ્ટાફ પેેટ્રોલિંગમાં હતો દરમ્યાન ગત રાત્રે સરધારથી રાજકોટ તરફ આવતી કારમાં વિદેશી દારૂ ભરેલો હોવાની ચોકસ બાતમીના આધારે પોલીસે ભાવનગર હાઇવે પર વીઠ્ઠલવાવ ગૌશાળા નજીક વોચ ગોઠવી હતી. દરમ્યાન ત્યાથી પ્રસાર થતી બાતમી મુજબની કારને અટકાવી તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નં.360 કિં.76,632 મળી આવતા પોલીસે કાર ચાલક રવિ પ્રવિણભાઇ રાઠોડ રહે.ઝાંસીકીરાણી ટાઉનશીપ રેલનગરને ઝડપી લઇ દારૂ અને કાર મળી કુલ રૂા.1.49.632નો મુદ્દામાલ કબજે કરી ઝડપાયેલા કાર ચાલકની પૂછપરછ કરતા આ દારૂનો જથ્થો લક્ષ્મીવાડીમાં રહેતા પ્રશાંત કિશોરભાઇ પરમારે મંગાવ્યો હોવાની કબુલાત આપતા પોલીસે બંન્ને વિરૂધ્ધ ગુનો નોંધી દારૂ મંગવવાનાર પ્રશાંત પરમારને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *