અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મધ્ય પૂર્વના પ્રવાસની શરૂૂઆત કરી રહ્યા છે, ત્યારે સોમવારે યુએસ અધિકારીઓએ જણાવ્યું હતું કે વિદેશ વિભાગે સંયુક્ત આરબ અમીરાતને 1.4 અબજ ડોલરના લશ્કરી વિમાન અને સાધનોના વેચાણને અધિકૃત કર્યું છે.
આ સોદામાં સંયુક્ત આરબ અમીરાતને કુલ 1.457 અબજ ડોલરમાં CH-47F ચિનૂક હેલિકોપ્ટર અને F-16 ઘટકો અને સંબંધિત સાધનોનું સંભવિત વેચાણ શામેલ છે, એમ પેન્ટાગોને સોમવારે જણાવ્યું હતું.
દરમિયાન, AFP એ સ્ટેટ ડિપાર્ટમેન્ટ બ્યુરો ઓફ પોલિટિકલ-મિલિટરી અફેર્સના અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે ગલ્ફ રાજ્યને પ્રસ્તાવિત વેચાણમાં છ CH-47F ચિનૂક હેલિકોપ્ટર અને અન્ય સાધનોનો સમાવેશ થાય છે જે યુનાઇટેડ સ્ટેટ્સની વિદેશ નીતિ અને રાષ્ટ્રીય સુરક્ષાને ટેકો આપશે.
