દ્વારકા જિલ્લામાં કાલે ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં 1.19 લાખ મતદારો કરશે મતદાન

સમગ્ર રાજ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ આગામી રવિવાર તારીખ 22 ના રોજ ગ્રામ પંચાયતની સામાન્ય, વિભાજન અને મધ્યસત્ર ચૂંટણી યોજવામાં આવી છે. ત્યારે જિલ્લાના…

સમગ્ર રાજ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ આગામી રવિવાર તારીખ 22 ના રોજ ગ્રામ પંચાયતની સામાન્ય, વિભાજન અને મધ્યસત્ર ચૂંટણી યોજવામાં આવી છે. ત્યારે જિલ્લાના તમામ ચાર તાલુકાઓમાં 69 ગ્રામ પંચાયતમાં કુલ 1.19 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચૂંટણી વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાની 11, ભાણવડ તાલુકાની 19, કલ્યાણપુર તાલુકાની 24 તેમજ દ્વારકા તાલુકાની 15 મળી કુલ 69 ગ્રામ પંચાયતોમાં કુલ 60,865 પુરુષ 58,378 સ્ત્રી મળી કુલ 1,19,243 મતદારો સાથેની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાનાર છે અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લાના ખંભાળિયા તાલુકામાં આવતી 4 ગ્રામ પંચાયત, ભાણવડ તાલુકાની 5, કલ્યાણપુર તાલુકાની 2 અને દ્વારકા તાલુકાની ચાર ગ્રામ પંચાયત સંપૂર્ણપણે સમરસ જાહેર થઈ ચૂકી છે. ત્યારે 168 મતદાન મથકો પર 322 વોર્ડમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે. આ વચ્ચે ફોર્મ રજૂ ન થવાના કારણે ગ્રામ પંચાયતોની 103 બેઠકો ખાલી રહેશે.વધુમાં જાહેર થયેલી વિગત મુજબ જિલ્લામાં કુલ 440 લોકો સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. જ્યારે 307 હથિયાર પરવાના તંત્ર સમક્ષ જમા થયા છે.

પેટા ચૂંટણીની પ્રક્રિયામાં ખંભાળિયામાં 2 અને ભાણવડ તથા કલ્યાણપુરમાં 1-1 સ્થળે આ ચૂંટણી થશે.જિલ્લામાં કુલ 700 વોર્ડ ચૂંટણી પ્રક્રિયા હેઠળના છે જે પૈકી 341 બિન હરીફ થયા છે. જ્યારે 38 ખાલી રહેતા 321 વોર્ડમાં ચૂંટણી હરીફાઈ થશે. જિલ્લામાં તમામ ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને સુચારુ રૂૂપે થાય તે માટે જિલ્લા કલેકટર આર.એમ. તન્ના તેમજ જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા તમામ રીતે તૈયારીઓને આખરી આપવામાં આવ્યો છે. જો કે ગ્રામ પંચાયતની ચૂંટણીને હવે ગણતરીના કલાકો જ બાકી છે, ત્યારે ખાસ કોઈ મોટી ભાંગફોડ, ચહેલ-પહેલ કે ચૂંટણીલક્ષી નોંધપાત્ર ગરમી જોવા મળતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *