ભત્રીજીને આઠમના રૂપિયા દેવા જતા ડ્રાઈવર સાથે બની ઘટના
રાજકોટ શહેરમાં દિનપ્રતિદિન ચોરીના બનાવો વધી રહ્યા છે, ત્યારે ભાવનગર રોડ પરથી એક કારમાંથી રોકડ રકમની ચોરી થવાનો મામલો સામે આવ્યો છે. રાજકોટના ભાવનગર રોડ પર આવેલી પાંજરાપોળ શેરી નંબર 5 માં રહેતા અને ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા મુકેશભાઈ બાબુભાઈ દેગામા (ઉં.વ. 37) એ થોરાળા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદી મુકેશભાઈ પોતાની મારૂૂતિ કંપનીની ઈકો કાર ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તારીખ 12/10/2026 ના રોજ વહેલી સવારે તેઓ મોરબી ખાતે રહેતી તેમની ભત્રીજીને માતાજીની આઠમના નિમિત્તે ₹35,000 આપવા જવા માટે ઘરેથી નીકળ્યા હતા. તેમણે આ રોકડા રૂૂપિયા એક કોથળીમાં ભરીને ઈકો કારની પાછળની સીટ પર સુરક્ષિત મૂક્યા હતા.
મુકેશભાઈ પોતાના ઘરેથી નીકળીને ભાવનગર રોડ પર આવેલી રાજકોટ સીમેન્ટ ફેક્ટરી સામે જાહેર રોડ પર પોતાની ઈકો કાર પાર્ક કરીને કોઈ કામ સબબ નજીકમાં ગયા હતા. સવારના આશરે સાડા પાંચ વાગ્યાની આસપાસ જ્યારે તેઓ પરત ફર્યા અને કારમાં તપાસ કરી, ત્યારે પાછળની સીટ પર રાખેલી રૂૂપિયા 35,000 ભરેલી કોથળી ગાયબ હતી. તેમણે જોયું કે કારની પાછળની બારીનો કાચ ખુલ્લો રહી ગયો હતો, જેનો લાભ ઉઠાવીને કોઈ અજાણ્યો ચોર ઈસમ ખુલ્લી બારીમાંથી રૂૂપિયા ભરેલી કોથળી ચોરી કરી રફુચક્કર થઈ ગયો હતો. મુકેશભાઈએ તાત્કાલિક આસપાસના વિસ્તારમાં તપાસ કરી હતી અને પોતાના સાળા કાળુભાઈ પ્રવીણભાઈ ડાભીને પણ આ અંગે જાણ કરી બંનેએ સાથે મળીને શોધખોળ આદરી હતી.
