ગુજરાત સહિત 8 રાજ્યોમાં 200 કરોડનું CSR કૌભાંડ ઝડપાયું

    ધર્મેન્દ્રકુમાર ચંદ્રદેવ સિંહ અને અન્ય આરોપીઓ સાથે જોડાયેલા બોગસ સીએસઆર (CSR – કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી) દાન કૌભાંડ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની મુંબઈ ઝોનલ…

 

 

ધર્મેન્દ્રકુમાર ચંદ્રદેવ સિંહ અને અન્ય આરોપીઓ સાથે જોડાયેલા બોગસ સીએસઆર (CSR – કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી) દાન કૌભાંડ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની મુંબઈ ઝોનલ ઓફિસ-1 દ્વારા 1 ઓક્ટોબરના રોજ મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને દિલ્હી-એનસીઆરમાં આઠ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. ED દ્વારા સોમવારે જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002 હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. દરોડા દરમિયાન તપાસ એજન્સીએ રૂૂ. 21 લાખ રોકડા જપ્ત કર્યા છે અને અનેક વાંધાજનક દસ્તાવેજો તથા ડિજિટલ ઉપકરણો કબજે કર્યા છે.

એજન્સીના જણાવ્યા અનુસાર, મની લોન્ડરિંગનો આ કેસ મુંબઈના જુહૂ પોલીસ સ્ટેશનમાં ધર્મેન્દ્રકુમાર સિંહ સામે મહારાષ્ટ્ર મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટ 1961, નેશનલ મેડિકલ કમિશન એક્ટ 2019 અને ભારતીય ન્યાય સંહિતા 2023 ની વિવિધ કલમો હેઠળ નોંધાયેલી ઋઈંછ પરથી શરૂ થયો છે. EDના આક્ષેપ મુજબ, આરોપી સિંહ માત્ર ધોરણ 12 સુધી જ ભણેલો છે અને તેની પાસે કોઈ માન્ય તબીબી ડિગ્રી કે મેડિકલ કાઉન્સિલનું રજિસ્ટ્રેશન નથી, છતાં તે છેલ્લા ત્રણ દાયકાથી (લગભગ 30 વર્ષથી) પોતાની જાતને ડોક્ટર તરીકે ઓળખાવતો હતો.

ડોક્ટર તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરીને તેણે આરોગ્ય ક્ષેત્રે કામ કરતી ચેરિટેબલ ટ્રસ્ટો અને સંસ્થાઓનું એક મોટું નેટવર્ક ઊભું કર્યું હતું, જેના માધ્યમથી તેણે જાહેર ક્ષેત્રની કંપનીઓ (ઙજઞત) અને ખાનગી કંપનીઓ પાસેથી મોટા પ્રમાણમાં CSR ફંડ એકત્રિત કર્યું હતું.

તપાસમાં સામે આવ્યું છે કે આ સમગ્ર કૌભાંડ આશરે રૂૂ. 200 કરોડનું છે, જેમાં આરોપી દ્વારા સંચાલિત ટ્રસ્ટોના નેટવર્ક મારફતે નાણાંની હેરફેર કરવામાં આવી હતી. એજન્સીએ વધુમાં ખુલાસો કર્યો છે કે દેશની લગભગ 40 સરકારી કંપનીઓ (ઙજઞત) અને જાહેર ક્ષેત્રની બેંકોએ આ ચેરિટેબલ ટ્રસ્ટોને CSR દાન આપ્યું હતું. હાલ આ મામલે ED દ્વારા વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *