દિવાળી તહેવારો દરમિયાન ઝૂ સહેલાણીઓથી ઉભરાયું

છ દિવસમાં 68269 મુલાકાતીઓએ વિવિધ પ્રાણી-પક્ષીઓ નિહાળી આનંદ માણ્યો રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરાતા…

છ દિવસમાં 68269 મુલાકાતીઓએ વિવિધ પ્રાણી-પક્ષીઓ નિહાળી આનંદ માણ્યો

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયેલ છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે. ખાસ કરીને જન્માષ્ટમી તથા દિવાળીના તહેવારો દરમિયાન મુલાકાતીઓની વિશષ ભીડ રહે છે. તાજેતરમાં ઝૂ ખાતે દિવાળીના તહેવારો દરમિયાન (તા.21/10/2025 થી 26/10/2025) સુધીમાં કુલ 68,269 મુલાકાતીઓએ મુલાકાત લઈ આનંદ માણ્યો હતો તેમ, મેયર નયનાબેન પેઢડિયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા અને બાગ બગીચા અને ઝૂ સમિતિનાં ચેરમેન સોનલબેન સેલારાએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું.

દિવાળીના તહેવારો દરમિયાન ઝૂ ખાતે 06 માસ પહેલા જન્મ થયેલ 02 સફેદવાઘ બાળને તેની માતા સાથે મુલાકાતીઓ માટે પ્રદર્શીત કરવામાં આવેલ. આ બન્ને ખેલતા કુદતા સફેદવાઘ બાળ મુલાકાતીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા હતા. તહેવારનાં દિવસોમાં મુલાકાતીઓની વિશેષ ભીડ રહેતી હોવાથી તંત્ર દ્વારા અગાઉથી જ મુલાકાતીઓને કોઇપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે તમામ તૈયારીઓ કરવામાં આવેલ. જેમાં ટીકીટબુકીંગ માટે લાંબી કતારો ન લાગે તે માટે 06 ટીકીટબુકીંગ કાઉન્ટર શરૂૂ કરવામાં આવેલ, મુલાકાતીઓ માટે ફર્સ્ટ એઇડ સુવીધા, વાહન પાર્કીગમાં મુશ્કેલી ન પડે તે માટે વધારાના સીક્યુરીટી ગાર્ડની વ્યવસ્થા, બેટરીકાર માટેનું અલગ સ્ટેન્ડ, માઇકીંગ સીસ્ટમ, સમગ્ર ઝૂ પરીસરમાં વહેલી સવારથી જ દૈનીક સફાઇ વ્યવસ્થા વિગેરે કરવામાં આવેલ.

હાલ રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે જુદી જુદી 65 પ્રજાતિઓનાં કુલ 592 વન્યપ્રાણી-પક્ષીઓ પ્રદર્શિત કરવામાં આવે છે. જેમાં ખાસ આકર્ષણ ધરાવતા એશિયાઇ સિંહ, સફેદ વાઘ, રોયલ બેંગાલ ટાઇગર, દિપડા, હિમાલયનાં રીંછ, સ્લોથ રીંછ, જળ બિલાડી, ચાર પ્રકારનાં શ્વાનકુળનાં પ્રાણીઓ, ત્રણ પ્રકારનાં વાંદરાઓ, વિવિધ પ્રજાતીઓનાં સાપ, બે પ્રકારની મગર, જુદી જુદી પ્રજાતીઓનાં હરણો તથા વિવિધ પ્રજાતિનાં પક્ષીઓ વિગેરેઓને આધુનીક પાંજરાઓ બનાવી મુલાકાતીઓ માટે પ્રદર્શીત કરી વન્યપ્રાણીઓનું સંરક્ષણ અને સંવર્ધન કરવામાં આવે છે. આ ઉપરાંત આધુનિક સા5ઘર, માછલીઘર અને ઝૂ ઇન્ટરપ્રીટેશન સેન્ટર મુલાકાતીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહેલ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *