ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહના એક મોટા ખુલાસાથી ખળભળાટ મચી ગયો છે. તેમણે 2019માં ક્રિકેટમાંથી રિટાયરમેન્ટના લેવાના નિર્ણય પાછળની કહાની શેર કરતા કહ્યું કે, તે સમયે તેમને સન્માન મહેસૂસ થઈ રહ્યું ન હતું. યુવરાજ સિંહે ઈમોશનલ અને મેન્ટલ થાક વિશે પણ જણાવ્યું છે.
યુવરાજે જણાવ્યું કે, સતત મળી રહેલ અપમાન અને સપોર્ટ ન મળવાની ભાવના આખરે તે રમત રમવાની તેમની ઇચ્છા પર હાવી થઈ ગઈ, જેના માટે તેમણે પોતાનું આખું જીવન સમર્પિત કર્યું હતું. યુવરાજની નિવૃત્તિ ઇંગ્લેન્ડમાં ભારતની ઘઉઈં વર્લ્ડ કપ ટીમમાંથી બહાર થયાના થોડા સમય પછી આવી. આ નિર્ણયથી તેમના ઈન્ટરનેશનલ કરિયર અને ઇન્ડિયન પ્રીમિયર લીગ સાથેના તેના જોડાણનો અસરકારક રીતે અંત આવ્યો. જો કે, 44 વર્ષીય યુવરાજે 2017થી કોઈપણ ફોર્મેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું નથી, પરંતુ તેમણે કહ્યું કે, અંતિમ નિર્ણય ફક્ત સેલેક્શનમાં નિરાશા અથવા ઘટતી તકો કરતા વધુ કારણોસર લેવામાં આવ્યો હતો.
ભારતની પૂર્વ ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા સાથે હાલમાં જ એક પોડકાસ્ટમાં વાત કરતા યુવરાજે સ્વીકાર્યું કે, ક્રિકેટમાંથી તેમને મળતો આનંદ ધીમે ધીમે ઓછો થઈ ગયો હતો. તેમણે કહ્યું કે, “હું મારી રમતમા મજા આવી રહી ન હતી. મને એવું લાગતું હતું કે, ’જ્યારે મને ક્રિકેટ રમવામાં મજા નથી આવી રહી તો હું કેમ રમી રહ્યો છું? મને સપોર્ટ મહેસૂસ થઈ રહ્યો ન હતો. મને આદર મહેસૂસ થઈ રહ્યો ન હતો અને મને એવું લાગ્યું કે, ’જ્યારે મારી પાસે તે બધું નથી તો મારે આ બધું કરવાની શું જરૂૂર છે? હું એવી વસ્તુને કેમ વળગી રહ્યો છું જેમાં મને મજા નથી આવી રહી? મારે રમવાની શું જરૂૂરત છે? શું સાબિત કરવું છે? હું તેનાથી વધારે કંઈ પણ કરી શકતો ન હતો, ન તો મેન્ટલી અને ન તો ફિજિકલી. તે મને દુ:ખ પહોંચાડી રહ્યું હતું અને જે દિવસે મેં રમવાનું બંધ કર્યું, તે દિવસે હું ફરીથી મારી જાત બની ગયો.”
