મુળ વેસ્ટ બંગાળના વતની અને હાલ કોઠારિયા રોડ પર રહેતા યૂટ્યુબરને તેની પત્નીએ કોમ્પ્યુટરમાંથી પોતાની આઇડી ડિલીટ કરી નાખવાનુ કહેતા દંપતિ વચ્ચે રકઝક થઇ હતી. પત્ની સાથે ઝઘડો થતા યૂટ્યુબરે ગળેફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને તાત્કાલીક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મુળ વેસ્ટ બંગાળના વતની અને હાલ કોઠારિયા રોડ પર રણુજા સોસાયટીમાં રાહુલ જીતેન્દ્રભાઇ વ્યાસ નામના 32 વર્ષના યૂટ્યુબરે પોતાના ઘરે હતો. ત્યારે સવારના દસેક વાગ્યાના અરસામાં પંખામાં ચાદર બાંધી ગળેફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આપઘાતનો પ્રયાસ કરનાર રાહુલ વ્યાસ મુળ વેસ્ટ બંગાળનો વતની અને એક ભાઇ બે બહેનમાં નાનો હતો.
તેને સંતાનમાં એક પુત્રી છે. રાહુલ વ્યાસ યૂટ્યુબરમાં વીડિયો બનાવે છે. તેની પત્નીએ કોમ્પ્યુટરમાંથી પોતાની આઇડી ડિલીટ કરવાનુ કહેતા દંપતિ વચ્ચે ઝઘડો થયો હતોે. પત્ની સાથે ઝઘડો થતા યૂટ્યુબરે માઠૂ લાગતા આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે આજીડેમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
