શહેરમા માંડા ડુંગર વિસ્તારમા આવેલા સદગુરુ પાર્કમા રહેતા યુવકની છેડતીની અરજીનાં આધારે પોલીસે ધરપકડ કરી હતી. જામીન પર છુટેલા યુવકે ચીંતામા ઝેરી ટીકડા ખાઇ લેતા સારવાર માટે ખસેડાયો હતો.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ માંડા ડુંગર વિસ્તારમા આવેલા સદગુરુ પાર્કમા રહેતો સાગર રમેશભાઇ ડાભી નામનો 30 વર્ષનો યુવાન નવાગામમા આવેલા વેલનાથ મંદિર પાસે હતો. ત્યારે ઝેરી ટીકડા ખાઇ લીધા હતા. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે સિવીલ હોસ્પીટલમા દાખલ કરવામા આવ્યો હતો.
પ્રાથમીક પુછપરછમા સાગર ડાભી વિરુધ્ધ પાડોશીએ છેડતીની અરજી કરતા પોલીસે તેની ધરપકડ કરી હતી જેમા જામીન મુકત થયા બાદ સાગર ડાભીએ ચિંતામા ઝેરી દવા પી લીધી હોવાનુ જાણવા મળ્યુ છે. આ અંગે કુવાડવા રોડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
