ગોંડલમાં યુવાને નદીમાં કૂદકો માર્યો, લોકોએ બચાવતા હોસ્પિટલમાં ધમાલ કરી

ગોંડલમાં દરરોજ કંઇક અવનવુ બનતું રહેછે. ગઇ કાલે યુવાન દ્વારા સિવિલ હોસ્પિટલમાં દંગલ કર્યાની ઘટનાની શાહી હજુ સુકાઇ નથી ત્યાં પુલ પરથી છલાંગ લગાવનાર યુવાન…

ગોંડલમાં દરરોજ કંઇક અવનવુ બનતું રહેછે. ગઇ કાલે યુવાન દ્વારા સિવિલ હોસ્પિટલમાં દંગલ કર્યાની ઘટનાની શાહી હજુ સુકાઇ નથી ત્યાં પુલ પરથી છલાંગ લગાવનાર યુવાન ને સિવિલ હોસ્પિટલ માં સારવાર માં લવાયા બાદ યુવાને ધમાલ કરી હોસ્પિટલ માથે લેતા હોસ્પિટલ સ્ટાફ ફરી ભયભીત બન્યો હતો.

નદીનાં ખાડામાં રહેતા શની નામના યુવાને કોઈ કારણોસર સિવિલ હોસ્પિટલ પાસેના પુલ પરથી છલાંગ લગાવતા પાણીમાં છવાયેલી વેલમાં ખાબક્યો હતો.આ વેળા કેટલાક લોકોએ તેને પાણી માંથી બહાર કાઢી સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો.

બનાવ ને લઈ ને પોલીસ પણ હોસ્પિટલ દોડી ગઇ હતી.દરમ્યાન શની એ હોસ્પિટલ માં નર્શીંગ સ્ટાફ સામે ગાળાગાળી કરી ધમાલ મચાવી હતી.કાચનો ટુકડો હાથ લાગતા તેના વડે શરીર પર છરકા કરી દેકારો મચાવી હોસ્પિટલ માથે લીધી હતી.બાદ માં પોલીસે તેને પોલીસ સ્ટેશન ભેગો કર્યો હતો.સિવિલ હોસ્પિટલ માં સતત બીજા દિવસે પણ ખેલ પડતા સ્ટાફ ની હાલત કફોડી બની હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *