જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં આવેલી ઢાંઢર નદી પરના ડેમના પાળા પર થી પગપાળા ચાલીને જઈ રહેલા એક યુવાનનું અકસ્માતે ડેમમાં પડી જતાં ડૂબી જવાના કારણે મૃત્યુ નિપજ્યું છે. આ બનાવની વિગત એવી છે કે લાલપુરના ધરાર નગર વિસ્તારમાં રહેતો વિજય હરજીભાઈ ટીમાણીયા નામનો 32 વર્ષનો યુવાન, કે જે આજે સવારે લાલપુર નજીક આવેલી ઢાંઢર નદીના ડેમના પાળા પરથી ચાલીને સામા કાંઠે દુકાને જઈ રહ્યો હતો, જે દરમિયાન અકસ્માતે તેનો પગ લપસી જતાં ડૂબી જવાના કારણે તેનું મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતક ની પત્ની શિલ્પાબેન વિજયભાઈ ટીમાણીયાએ પોલીસને જાણ કરતાં લાલપુરના પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી. કે. બેરા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને વિજયભાઈના મૃતદેહનો કબજો સંભાળી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
