જામનગરમાં ગેસ્ટ હાઉસમાં યુવાનનો આપઘાત

જામનગરના બેડીગેટ વિસ્તારમાં આવેલા જયશ્રી ગેસ્ટ હાઉસમાં રૂૂમ નંબર 442 માં ઉતરેલા રાજસ્થાનના વતની જતીન જશવંતસિંહ ચંદાવત નામના 28 વર્ષના યુવાને પંખા ના હુકમસ દુપટ્ટો…

જામનગરના બેડીગેટ વિસ્તારમાં આવેલા જયશ્રી ગેસ્ટ હાઉસમાં રૂૂમ નંબર 442 માં ઉતરેલા રાજસ્થાનના વતની જતીન જશવંતસિંહ ચંદાવત નામના 28 વર્ષના યુવાને પંખા ના હુકમસ દુપટ્ટો બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.

આ બનાવ અંગે ગેસ્ટ હાઉસના કર્મચારી બાલ ગોવિંદ યાદવે પોલીસને જાણ કરતાં સિટી એ. ડિવિઝનના એ.એસ.આઈ. એચ. આર. બાબરીયા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને પરપ્રાંતિય યુવાનના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, જ્યારે તેણે કયા સંજોગોમાં આપઘાત નું પગલું ભરી લીધું છે, તે જાણવા માટે રાજસ્થાનના અજમેરમાં રહેતા મૃતકના પરિવારજનોને જાણ કરી છે. જેઓ જામનગર આવ્યા બાદ આ પ્રકરણમાં વધુ ખુલાસો થઈ શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *