શક્તિ સોસાયટીમાં પ્રૌઢાનું બીમારી સબબ મોત
શહેરમાં કાલાવડ રોડ પર રાણીટાવર પાસે આવેલા આવાસ કવાર્ટરમાં રહેતાં યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવકના મોતથી શ્રમિક પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, કાલાવડ રોડ પર રાણી ટાવર પાસે આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતાં મનોજ મોહનદાસ રામાવત નામનો 24 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે કોઈ અગમ્યકારણોસર પંખામાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવકના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. મૃતક યુવાન ત્રણ ભાઈ ત્રણ બહેનમાં મોટો અને તેને સંતાનમાં બે પુત્રી છે.
આ ઉપરાંત બીજા બનાવમાં મોરબી રોડ પર સેટેલાઈટ ચોકમાં આવેલ શક્તિ સોસાયટીમાં રહેતાં લીલાબેન બાબુભાઈ સોરઠીયા નામના 50 વર્ષના પ્રૌઢાનું બિમારી સબબ સારવારમાં મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
