ભુણાવા નજીક ઝેરી દવા પી યુવાનનો આપઘાત

ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે પર આવેલા ભુણાવા ગામ નજીક ગોંડલનાં પરણિત યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું હતું.મૃતકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં…

ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે પર આવેલા ભુણાવા ગામ નજીક ગોંડલનાં પરણિત યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું હતું.મૃતકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવાતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


પ્રાપ્ત વિગત મુજબ ભગવતપરામાં વાછરારોડ પર રહેતા રમેશભાઈ ઘેલાભાઈ રાઠોડ ઉ.વ. 34 વાળાએ ભુણાવા ગામ નજીક આવેલ શિવકાન્ત ગેટ પાસે બપોર નાં સુમારે કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પીધા બાદ તેના બહેન એક ને જાણ કરતા તેના બનેવી ઘટના સ્થળે દોડી આવી સારવાર અર્થે ગોંડલ ની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી વધુ સારવાર અર્થે શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ મારફતે સુખવાલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું મૃતક યુવકના મૃતદેહને પી.એમ. અર્થે શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર બનાવને લઈને ગોંડલ તાલુકા પોલીસના હેડ કોન્સ્ટેબલ જીતુભા વાળા અને રમેશભાઈ વાગડીયાએ વધુ તપાસ હાથ ધરી હતી.


મૃતક છૂટક મજૂરી કામ કરી ઘરનું ગુજરાન ચલાવે છે પરીવારમાં પિતા, પત્ની અને દીકરી હોવાનું જાણવા મળ્યું છે. બનાવ નાં પગલે પાંચ વર્ષની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. રમેશભાઈનાં મૃત્યુ ની જાણ સગા સબંધીઓ અને મિત્ર વર્તુળ ને થતા સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *