જામનગરમાં યુવાને ઝેરી દવા પી કર્યો આપઘાત

કોટડાસાંગાણીના નવઘણચોરા ગામે પરિણીતાએ બીમારીના વધુ ટીકડા ખાતા તબીયત લથડી જામનગરમાં આવેલા ગોકુલનગર વિસ્તારમાં રહેતા યુવાને કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી યુવકનું…

કોટડાસાંગાણીના નવઘણચોરા ગામે પરિણીતાએ બીમારીના વધુ ટીકડા ખાતા તબીયત લથડી

જામનગરમાં આવેલા ગોકુલનગર વિસ્તારમાં રહેતા યુવાને કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી યુવકનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જામનગરમાં આવેલા ગોકુલનગરમાં રહેતા રાજુભાઈ મારખીભાઈ ચાવડા નામનો 26 વર્ષનો યુવાન રાત્રિના દસેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો ત્યારે કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકની સારવાર કારગત નિવડે તે પૂર્વ જ મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી પ્રાથમિક પૂછપરછમાં મૃતક યુવાન બે ભાઇ એક બહેનમાં મોટો અને અપરિણીત હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં કોટડા સાંગાણીના નવઘણ ચોરા ગામે રહેતા નયનાબેન પ્રશાંતભાઈ ખીમસુરીયા નામની 34 વર્ષની પરિણીતાએ પોતાના ઘરે હતી ત્યારે માનસિક બીમારીની વધુ પડતી ગોળીઓ ખાઈ લીધી હતી. પરિણીતાની તબિયત લથડતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *