જામનગર માં ગણેશ વાસ વિસ્તાર માં રહેતા અને સફાઈ કામદાર તરીકે નોકરી કરતા ચંદ્રકાંતભાઈ ચમનભાઈ રાઠોડ નો 25 વર્ષ નો પુત્ર અશ્વિન ચંદ્રકાંતભાઈ રાઠોડ, કે જેણે ગઈકાલે મોડી સાંજે નજીકમાં જ આવેલા બહુચરાજી માતાના મંદિરે જઈને કોઈપણ કારણસર એસીડ પી લીધું હતું, જેથી બેશુદ્ધ બન્યો હતો. તેને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે મૃતકના પિતા સફાઈ કામદાર ચંદ્રકાંતભાઈ રાઠોડ એ પોલીસને જાણ કરતાં સીટી સી. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી. એન. ત્રિવેદી બનાવના સ્થળે અને ત્યારબાદ જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃતક યુવાનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, અને તેણે કયા સંજોગોમાં આ પગલું ભરી લીધું છે, તે જાણવા માટે પરિવારજનોના નિવેદનો નોંધવાનું શરૂૂ કર્યું છે.
