પ્રેમિકાને ઇન્સ્ટા. પર મેસેજ મોકલી યુવકનો આપઘાત

’હવેથી તું છુટ્ટી બચ્ચા, હવેથી તને ક્યારેય રોક ટોક નહીં કરું. હું તને ક્યારેય હેરાન નહીં કરું ને શક પણ ક્યારેય નહીં કરું. બસ તું…

’હવેથી તું છુટ્ટી બચ્ચા, હવેથી તને ક્યારેય રોક ટોક નહીં કરું. હું તને ક્યારેય હેરાન નહીં કરું ને શક પણ ક્યારેય નહીં કરું. બસ તું ખાલી તારું ધ્યાન રાખજે મારા બચ્ચા. પાણી પીજે ને ફુલ પેટ જમી લેજે, ભૂખી ના રહેતી. તને મારી કસમ છે જાન, હવેથી નહીં મોઢું બતાવી તને. બવ હેરાન કરી છે મેં તને, બને તો મને માફ કરી દેજે મારા બચ્ચા. આઈ રિયલી સોરી’. આ અંતિમ શબ્દો છે આપઘાત કરનાર યુવકના. જેણે આ ઈન્સ્ટાગ્રામમાં પોતાની પ્રેમિકાને આ મેસેજ મોકલ્યો હતો.

જૂનાગઢના કેશોદમાં ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતા 22 વર્ષીય વિજય અપારનાથીએ ગઇકાલે 11 ઓક્ટોબરે વંદે ભારત ટ્રેનની નીચે ઝંપલાવ્યું હતું. ઘટનાની જાણ થતાં જ રેલવે પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતદેહનો કબજો મેળવ્યો હતો. યુવકના આપઘાતથી પરિવારજનો અને સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

આપઘાત પહેલા યુવકે મોબાઈલમાંથી પ્રેમિકાને ઈન્સ્ટાગ્રામમાં ભાવુક મેસેજ મોકલ્યો હતો. જેમાં તેણે પોતાનો આક્રોશ, પ્રેમ અને માફીની લાગણી વ્યક્ત કરી હતી. મેસેજમાં લખ્યું હતું કે, તું તારું હમેશાં ધ્યાન રાખજે હો મારું બચ્ચુ.. લવ યુ સો સો સો મચ મોર ધેન મોર પગલું. એન્ડ ટાઇમ મળે તો મને મિસ કરતી રહેજે. ક્યારેક ક્યારેક યાદ કરતી રહેજે ને કહેજે કે હતો કોઈ પાગલ મારી પાછળ, જે મને હેરાન પણ બોવ કરતો હતો ને પ્રેમ પણ બોવ કરતો હતો. મિસ યુ સો મચ બચ્ચા.. ટાટા બચ્ચા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *