મોરબી શક્તિ ટાઉનશીપના છઠ્ઠા માળેથી પડી જતા યુવતીનું મોત

અકસ્માત કે આપઘાત, પોલીસે તપાસ હાથ ધરી મોરબીના રવાપર ઘુનડા રોડ પર આવેલી શક્તિ ટાઉનશીપ 2માં રહેતી 22 વર્ષની યુવતી છઠ્ઠા માળે પોતાના ફ્લેટની ગેલેરીમાંથી…

અકસ્માત કે આપઘાત, પોલીસે તપાસ હાથ ધરી

મોરબીના રવાપર ઘુનડા રોડ પર આવેલી શક્તિ ટાઉનશીપ 2માં રહેતી 22 વર્ષની યુવતી છઠ્ઠા માળે પોતાના ફ્લેટની ગેલેરીમાંથી નીચે પડી જતા ગંભીર ઈજાને પગલે મોત થયું હતું સીટી એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના રવાપર ઘુનડા રોડ પર શક્તિ ટાઉનશીપ 2 માં રહેતી ચાર્મીબેન ધર્મેશભાઈ કાલાવડીયા (ઉ.વ.22) નામની યુવતી ગત તા. 21 ના રોજ પોતાના ફ્લેટ નં 602 છઠ્ઠા માળે રૂૂમની ગેલેરીમાંથી કોઈ કારણોસર નીચે પડી જતા માથામાં ગંભીર ઈજા પહોચતા મોત થયું હતું જોકે યુવતીએ પોતાની જાતે છઠ્ઠા માળેથી ઝંપલાવ્યું હતું કે પછી અકસ્માતે નીચે પડી ગઈ છે તે સ્પષ્ટ થયું નથી સીટી એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

વવાણીયા ગામે તળાવમાં ડૂબી જતા યુવાનનું મોત
માળિયા તાલુકાના વવાણીયા ગામે પગ લપસી જતા યુવાન તળાવમાં ખાબક્યો હતો અને પાણીમાં ડૂબી જતા મોત થયું હતું માળિયા (મી.) પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.

માળિયાના વવાણીયા ગામે રહેતો કુલદીપ વિઠ્ઠલભાઈ ખીમાણીયા (ઉ.વ.19) નામનો યુવાન ગત તા. 21 ના રોજ ગામના તળાવમાં માતાજી મંદિરનો સર સામાન ધોવા જતો હતો ત્યારે પગ લપસી જતા પાણીમાં પડી જતા પાણીમાં ડૂબી જતા સારવાર માટે મોરબી હોસ્પિટલ ખસેડાયો હતો ફરજ પરના ડોકટરે જોઈ તપાસીને યુવાનને મરણ ગયેલ જાહેર કર્યો હતો માળિયા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *