જામનગરમાં મહાવીર નગર વિસ્તારમાં રહેતી 15 વર્ષની એક તરુણી ને ઘરકામ બાબતે પોતાની માતાએ આપેલો ઠપકો સહન નહીં થતાં માઠું લાગી આવવાથી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઇ પોતાની જીવન લીલા સંકેલી લીધી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં હર્ષદમિલ ની ચાલી નજીક મહાવીર નગર વિસ્તારમાં રહેતી જાનવીબેન શરદભાઈ મકવાણા નામની 15 વર્ષની તરુણીએ ગઈકાલે પોતાના ઘેર પંખાના હુકમાં સાડી બાંધી ગળાફાંષા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી, જે બનાવને લઈને પરિવારમાં સોંપો પડી ગયો હતો. આ બનાવ અંગે મૃતકના પિતા શરદભાઈ દેવજીભાઈ મકવાણાએ પોલીસની જાણ કરતાં સિટી એ. ડિવિઝનના એ.એસ.આઇ. એચ. આર. બાબરીયા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી સમગ્ર બનાવ બાબતે વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસની પૂછપરછ દરમિયાન મૃતક તરુણિ ને તેણીની માતાએ ઘરકામ બાબતે ઠપકો આપ્યો હતો, જે સહન નહીં થતાં મનમાં લાગી આવ્યું હતું, અને આપઘાત નું પગલું ભરી લઇ પોતાની જીવન લીલા સંકેલી લીધી હતી.
