લાઠી શહેર ભાજપના કોષાધ્યક્ષ જયેશભાઈ ઠક્કરનો પુત્ર ગુમ થતા પરિવારમાં ચિંતાનો માહોલ છવાયો છે. યુવા મોરચા શહેર ભાજપનો મંત્રી મિલન ઠક્કર ઘરેથી કહ્યા વગર ચાલ્યો ગયો છે. છેલ્લા 3 દિવસથી ઘરેથી નીકળી ગયા બાદ હજુ સુધી તેનો કોઈ પતો મળ્યો નથી. પરિવારજનો મોબાઇલ પર સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તેનો મોબાઇલ પણ બંધ આવી રહ્યો હોય તેની ભાળ મળતી ન હતી. જેને પગલે પરિવારે આ બારામાં લાઠી પોલીસ મથકે દોડી જઈ જાણ કરી હતી.
આ બારામા પરિવારે સોશિયલ મીડિયામાં પણ પોસ્ટ મૂકી હતી અને તેના અંગે વિગત આપનારને યોગ્ય વળતર આપવાનું પણ જણાવાયું હતું. આ યુવાન શા માટે ઘરેથી નીકળી ગયો તે અંગે કારણ અંક બંધ છે. લાઠી પોલીસ મથક ખાતે જાણવા જોગ દાખલ કરવામા આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે લાઠી શહેરમાં વેપારી એવા ભાજપ આગેવાન નો પુત્ર ગુમ થતાં રાજકીય વર્તુળમાં પણ ચર્ચા જાગી છે. આ યુવાન પેટ્રોલ પંપનું સંચાલન કરતો હોવાનું જાણવા મળેલ છે.
