પી.ડી.માલવિયા ફાટક પાસે ટ્રેનની ઠોકરે યુવાનનું મોત,વાલીવારસની શોધખોળ

મૃતકની ઓળખ મેળવવા તજવીજ,પોલીસે તપાસ શરૂ કરી રાજકોટ શહેરમાં ગોંડલ રોડ પર એક દુ:ખદ ઘટના બની હતી.જેમાં પી.ડી. માલવિયા ફાટક પાસે રેલ્વે ટ્રેક ઓળંગતી વખતે…

મૃતકની ઓળખ મેળવવા તજવીજ,પોલીસે તપાસ શરૂ કરી

રાજકોટ શહેરમાં ગોંડલ રોડ પર એક દુ:ખદ ઘટના બની હતી.જેમાં પી.ડી. માલવિયા ફાટક પાસે રેલ્વે ટ્રેક ઓળંગતી વખતે એક અજાણ્યા પુરુષનું ટ્રેનની અડફેટે આવી જવાથી ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર,તારીખ 07/05ના રોજ ટ્રેન નંબર 22958 વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ ટ્રેન પસાર થઈ રહી હતી. આ દરમિયાન અજાણ્યો પુરુષ રેલ્વે ટ્રેક ઓળંગવા જતાં ટ્રેનની ઝપેટમાં આવી ગયો હતો. ટ્રેનની ટક્કર એટલી જોરદાર હતી કે યુવાનનું શરીર બે ભાગમાં વહેંચાઈ ગયું હતું અને તેનું સ્થળ પર જ મોત થયું હતું.

આ અકસ્માત અંગેની જાણ થતાં જ 108ના ઇએમટી કાસીમભાઈ દલ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તપાસ કરી યુવાનને મૃત જાહેર કર્યો હતો. આ અંગે ભક્તિનગર રેલ્વે આઉટ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ એ.એસ.આઈ. હર્ષદભાઈ દ્વારા જરૂૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલમાં આ કેસની વધુ તપાસ ઇન્વેસ્ટીગેશન એ.એસ.આઈ. એચ.ટી. પરમાર ચલાવી રહ્યા છે. મૃતકની ઓળખ મેળવવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અને તેના પરિવારજનોની શોધખોળ શરૂૂ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *