જામનગર જનતા ફાટક પાસે ડમ્પર નીચે કૂદી યુવાને કરેલો આપઘાત

સીસીટીવી ફૂટેજની તપાસ કરતા અકસ્માતની ઘટના આપઘાતની નીકળી જામનગરના જકાતનાકા નજીક પ્રજાપતિ શેરી નંબર-9માં રહેતા 36 વર્ષીય વિજય કાનજીભાઈ ગોહીલનું ડમ્પર નીચે આવી જતાં મોત…

સીસીટીવી ફૂટેજની તપાસ કરતા અકસ્માતની ઘટના આપઘાતની નીકળી

જામનગરના જકાતનાકા નજીક પ્રજાપતિ શેરી નંબર-9માં રહેતા 36 વર્ષીય વિજય કાનજીભાઈ ગોહીલનું ડમ્પર નીચે આવી જતાં મોત નીપજ્યું હતું. બનાવ અંગે સીટી-સી ડિવિઝન પોલીસે અ.મોત નોંધી તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ વિજય કાનજીભાઈ ગોહીલ ગઈકાલે બપોરે સાડા ચાર વાગ્યાના અરસામાં જકાતનાકા નજીક ડમ્પર નીચે આવી ગયા હતા. બનાવની જાણ થતાં સીટી-સી ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસ હેડ કોન્સ્ટેબલ એન.બી. સદાદિયા સહિતની ટીમે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાથમિક તપાસ દરમિયાન બનાવ અકસ્માતનો નહીં પરંતુ યુવકે ડમ્પર નીચે આવી આપઘાત કર્યો હોવાની આશંકા પોલીસને જણાઈ છે. ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરતાં યુવક એક તરફ બેઠેલો જોવા મળ્યો હતો અને ડમ્પર આવતા અચાનક તેની તરફ દોડી ગયો હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. આ ઉપરાંત યુવક સવારના સમયે પણ આ જ સ્થળે આવ્યો હોવાના સીસીટીવી દૃશ્યો પોલીસને મળ્યા હોવાનું જાણવા મળે છે. આ સમયગાળા દરમિયાન કોઈ સાથે બોલાચાલી કે ઝઘડો થયો હતો કે કેમ તે અંગે પણ પોલીસ ફૂટેજના આધારે તપાસ કરી રહી છે. પોલીસે સમગ્ર ઘટનાને લઈ વિવિધ પાસાં તપાસવાનું શરૂૂ કર્યું છે. બનાવ અકસ્માતનો છે કે યુવકે આપઘાત કર્યો છે તે અંગેની ચોક્કસ હકીકત પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે. બનાવ અંગે બી.એન.એસ.એસ. કલમ 194 મુજબ અ.મોત નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *