જામનગરમાં યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત

જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર 45 ના છેડે વાલ્મિકી વાસ વિસ્તારમાં રહેતા રાજેશ કુમાર તુલસીભાઈ પરમાર નામના 28 વર્ષના દલિત યુવાને ગઈકાલે પોતાના ઘેર પંખા…

જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર 45 ના છેડે વાલ્મિકી વાસ વિસ્તારમાં રહેતા રાજેશ કુમાર તુલસીભાઈ પરમાર નામના 28 વર્ષના દલિત યુવાને ગઈકાલે પોતાના ઘેર પંખા ના હુકમાં દોરડું બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.

આ બનાવ અંગે મૃતકના નાનાભાઈ કિશન તુલસીભાઈ પરમારે પોલીસને જાણ કરતાં સીટી સી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને મૃતક યુવાન રાજેશ ના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પૂછપરછ દરમિયાન મૃતક યુવાન છેલ્લા કેટલાક સમયથી આર્થિક તંગી અનુભવી રહ્યો હતો, અને આર્થિક સંકળામણના કારણે તેણે આત્મહત્યાનું પગલું ભરી લીધું હોવાનું જણાવ્યું છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *