પોલીસ કમિશ્નર કચેરી પાસે યુવાનનો ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ

શહેરની પોલીસ કમિશનર કચેરી પાસે યુવાને ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. યુવાનનેે તાત્કાલીક હોસ્પિટલે ખસેડાયો હતો. ખોડીયારપરામાં રહેતો યુવાન પાનની…

શહેરની પોલીસ કમિશનર કચેરી પાસે યુવાને ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. યુવાનનેે તાત્કાલીક હોસ્પિટલે ખસેડાયો હતો.

ખોડીયારપરામાં રહેતો યુવાન પાનની દુકાન ચલાવતો હોય અને નજીકમાં આવેલી કરિયાણાની દુકાનવાળા હેરાન કરતા હોય જેથી આ પગલું ભર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જાણવા મળતી વિગત મુજબ ગોંડલ રોડ ખોડીયારપરા આરઝુ પાન નામની દૂકાન પાસે રહેતા ઇલ્યાસભાઇ દાદુભાઇ ધુધા (ઉ.વ.33) નામના યુવાને પોલીસ કમિશનર કચરી પાસે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતા સિવિલ હોસ્પિટલમા ખસેડાતા પ્ર.નગર પોલીસને જાણ કરવામા આવી હતી.

ઇલ્યાસભાઇ પાનની દુકાન ચલાવે છે અને તેણે આક્ષેપ કર્યો છે કે તેની દુકાન નજીકમાં કરીયાણાવાળાની દૂકાન છે. એ લોકો ઘણા સમયથી હેરાન કરેછે. આ અંગે પોતે અવાર-નવાર રજૂઆત કરે છે પણ કાર્યવાહી થતી ન હોઇ આ પગલુ ભર્યું હતું. તેણે ફિનાઈલ પીતાં પહેલા એક વિડિયો પણ બનાવ્યો હતો. જેમા પાછળ ડો.બાબાસાહેબ આબેડકરજીની પ્રતિમા જોવા મળી રહ્ય છે. ખરેખર યુવાને કઈ જગ્યાએ આ પગલુ ભર્યું? તે અંગે વધુ તપાસ થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *