દશેરા પહેલા ‘રામાયણ’નું ઇન્ટરનેશનલ ટ્રેલર રિલીઝ

આ વર્ષની સૌથી ચર્ચિત અને બહુપ્રતિક્ષિત બહુભાષી ફિલ્મ ’રામાયણ: પાર્ટ 1’ને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. દશેરા ઉત્સવના ખાસ અવસરથી બરાબર પહેલાં મેકર્સે ફિલ્મનું…

આ વર્ષની સૌથી ચર્ચિત અને બહુપ્રતિક્ષિત બહુભાષી ફિલ્મ ’રામાયણ: પાર્ટ 1’ને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. દશેરા ઉત્સવના ખાસ અવસરથી બરાબર પહેલાં મેકર્સે ફિલ્મનું ઇન્ટરનેશનલ ટ્રેલર રિલીઝ કરી દીધું છે. આ સાથે જ ફિલ્મના મુખ્ય કલાકારો રણબીર કપૂર અને સાઉથ સ્ટાર યશના નવા અને ધાંસૂ પોસ્ટર્સ પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા છે, જે આવતાની સાથે જ વાયરલ થઈ ગયા છે.

15 ઓક્ટોબરે મેકર્સે એક મોટા સરપ્રાઈઝ તરીકે ફિલ્મનું ઇન્ટરનેશનલ ટ્રેલર લોન્ચ કર્યું. 2 મિનિટ અને 29 સેકેન્ડના આ વિઝ્યુઅલી શાનદાર ટ્રેલરમાં સિનેમા જગતના કેટલાક શ્રેષ્ઠ દ્રશ્યો અને સ્પેશિયલ ઇફેક્ટ્સ જોવા મળી રહ્યા છે. ફિલ્મના આ ઇન્ટરનેશનલ ટ્રેલરને હિન્દી, અંગ્રેજી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ સહિતની પ્રમુખ વૈશ્વિક ભાષાઓમાં રજૂ કરવામાં આવ્યું છે.

દશરથ, માતા કૈકેયી અને મંથરાના પાત્રોના લુક્સ રિવઽ2 કર્યા પછી, મેકર્સે હવે રણબીર કપૂર (ભગવાન રામના રૂૂપમાં) અને યશ (રાવણના રૂૂપમાં) ના પોસ્ટર્સ જાહેર કર્યા છે. બંને જ અભિનેતાનો લુક અત્યંત શક્તિશાળી અને પ્રભાવશાળી છે, જેનાથી ફેન્સની ઉત્સુકતા અનેકગણી વધી ગઈ છે.

ફિલ્મ રામાયણને લઈને દુનિયાભરના દર્શકોમાં જોરદાર ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ જ ક્રેઝને ધ્યાનમાં રાખીને ઓવરસીઝ એટલે કે આંતરરાષ્ટ્રીય બજારોમાં ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂૂ કરી દેવામાં આવ્યું છે. ભારતમાં અધિકૃત રીતે રિલીઝ થવાના થોડા દિવસો પહેલાં આ ફિલ્મને આંતરરાષ્ટ્રીય સિનેમાઘરોમાં પ્રદર્શિત કરવામાં આવશે. એડવાન્સ બુકિંગ શરૂૂ થતાં જ ટિકિટોના વેચાણમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે, જેનાથી અંદાજ લગાવી શકાય છે કે આ ફિલ્મ બોક્સ ઑફિસ પર નવા રેકોર્ડ સર્જી શકે છે.

ઇન્ટરનેશનલ ટ્રેલર સામે આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર ફેન્સનો ઉત્સાહ જોતવાલાયક છે. ટ્વિટર (X) અને ઇન્સ્ટાગ્રામ પર RamayanaTrailer અને RanbirKapoor સતત ટ્રેન્ડ કરી રહ્યા છે. ફેન્સનું કહેવું છે કે નિતેશ તિવારીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ ભારતીય સિનેમાના ઇતિહાસમાં એક .ઇંûનો પથ્થર સાબિત થશે. પૌરાણિક કથા અને આધુનિક તકનીકના આ અનોખા સંગમને મોટા પડદા પર જોવા માટે દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

રાષ્ટ્રપતિ ભવનમાં વિશેષ સ્ક્રીનિંગની તૈયારી
નિતેશ તિવારીની ફિલ્મ ’રામાયણ’ વિશ્વભરમાં રિલીઝ થવા માટે તૈયાર છે. આ સંજોગોમાં એવા રિપોર્ટ સામે આવ્યા છે કે પાંચમી નવેમ્બરે નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં પણ ફિલ્મનું વિશેષ સ્ક્રીનિંગ યોજવામાં આવશે, જેમાં કેટલાક ખાસ મહેમાનો સામેલ થઈ શકે છે. આ જ દિવસે ફિલ્મ વિશ્વભરનાં થિયેટર્સમાં રિલીઝ થવાની છે. આ વિશેષ સ્ક્રીનિંગમાં રણબીર કપૂર, યશ અને સાઈ પલ્લવીની સાથે ફિલ્મના ડિરેક્ટર નિતેશ તિવારી પણ સામેલ થઈ શકે છે. આ ઉપરાંત ફિલ્મના નિર્માતાઓ આ પૌરાણિક ફિલ્મનાં બે પ્રીમિયર યોજવાની યોજના બનાવી રહ્યા હોવાના અહેવાલો પણ છે. તેમાંથી એક મુંબઈમાં અને બીજું દિલ્હીમાં યોજાઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *