પુત્રવધૂની સસરા પાસે ભરણપોષણની માગણી ફગાવતી હાઇકોર્ટ
ગુજરાત હાઇકોર્ટમાં એક વિચિત્ર કેસ આવ્યો હતો. જેમાં ગાંધીનગરની મહિલાએ તેના પતિને બદલે સસરા પાસેથી ભરણપોષણ માગતી અરજી કરી છે. યુવતીની દલીલ છે કે, તે પતિ સાથે વર્ષોથી અલગ રહે છે. પ્રેમલગ્ન કર્યા હોવાથી સાસુ-સસરાએ મિલકતમાંથી દૂર કરી છે. થોડા વર્ષો પતિ સારું કમાતો હતો પરતું અકસ્માત થતા તેથી સસરા ભરણપોષણ આપે.
હાઇકોર્ટે ટકોર કરી હતી કે, લગ્ન કરતા પહેલા તમે માતા-પિતાને પૂછતા પણ નથી. જીવનમાં કોઇ તકલીફ આવે ત્યારે મા-બાપ પાસે બિચારા બનીને અથવા ધમકીઓ આપીને ઉભા રહી જાઓ છો. કોર્ટે મહિલાનો કેસ લેનાર વકીલને પણ સૂચના આપી હતી કે તમે કોઈ વ્યક્તિનો કેસ લો છો તે પહેલા કાયદાની મર્યાદા વિશે કોઈ સલાહ કેમ આપતા નથી ?
વિશ્વાસને પિતાએ મિલકતમાંથી કાઢી મુકતા તે પૂણેની કંપનીમાં નોકરી કરતો હતો. દંપતીએ પૂણામાં મકાન ખરીદ્યું હતું. પરતું અકસ્માત બાદ વિશ્વાસની નોકરી છૂટી ગઈ હતી. તેથી સસરા પાસે ભરણપોષણની અરજી કરી હતી. સસરાએ માત્ર વિશ્વાસની જવાબદારી લેવા તૈયારી દર્શાવી હતી. તેનાથી નારાજ થતા પત્ની મામલો હાઇકોર્ટમાં લાવી પણ કોર્ટે અરજી ફગાવી હતી.
સુનાવણીમાં હાઇકોર્ટે આવી માગણી શી રીતે થઈ શકે તેવો સવાલ કરીને નારાજગી દર્શાવી હતી. કોર્ટે એવી ટકોર કરી હતી કે, કાયદાની મર્યાદામાં રહીને અધિકારની માગણી કરી શકાય. તમે શરૂૂઆતથી સાસુ-સસરા સાથે રહેતા નથી તો ભરણપોષણ કેવી રીતે માગી શકાય?
