બે દિવસ યલો એલર્ટ રાજકોટમાં તાપમાન 40 ડિગ્રી પહોંચશે

તા.9થી 14 દરમિયાન અનેક રાજ્યોમાં વાવાઝોડા સાથે હળવા વરસાદની આગાહી 50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે માર્ચની શરૂૂઆતમાં ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં ગરમીનો પારો વધી રહ્યો…

તા.9થી 14 દરમિયાન અનેક રાજ્યોમાં વાવાઝોડા સાથે હળવા વરસાદની આગાહી 50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે

માર્ચની શરૂૂઆતમાં ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં ગરમીનો પારો વધી રહ્યો છે. મહારાષ્ટ્રના અકોલા જિલ્લામાં તાપમાન પહેલાથી જ 40 ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું છે. આ સાથે ગુજરાતના પણ અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો 38 ડિગ્રીથી વધારે નોંધાયો છે. તો બીજી બાજુ બંગાળની ખાડીમાં રચાયેલી હવામાન પ્રણાલી દેશભરના હવામાન પર અસર કરવાની તૈયારીમાં છે. હવામાન વિભાગ (IMD ) અનુસાર, મ્યાનમાર નજીક બંગાળની ખાડીમાં રચાયેલી એટમોસ્ફેરિક સરક્યૂલેશન ધીમે ધીમે ભારત તરફ આગળ વધી રહ્યું છે. તેની અસરો ખાસ કરીને પૂર્વ અને દક્ષિણપૂર્વીય પ્રદેશોમાં અનુભવી શકાય તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. આ જ કારણ છે કે ઈંખઉ એ ઘણા રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જાહેર કરી છે.

આ સિસ્ટમ એવા સમયે બની છે જ્યારે દેશના ઘણા ભાગોમાં ઉનાળો સમય પહેલા જ આવી ગયો છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર, પર્વતીય રાજ્યોમાં પણ તાપમાન સામાન્ય કરતા ઘણું ઉપર પહોંચી ગયું છે. આવી સ્થિતિમાં, બંગાળની ખાડીમાં આ હવામાન પ્રણાલી કેટલાક વિસ્તારોમાં રાહત લાવી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 9 થી 14 માર્ચ દરમિયાન ઘણા રાજ્યોમાં હળવોથી મધ્યમ વરસાદ, ભારે પવન અને વાવાઝોડાની સંભાવના છે. જોકે, દેશના કેટલાક ભાગોમાં ગરમીનું જોખમ જળવાઈ રહેશે. આનો અર્થ એ છે કે, આગામી થોડા દિવસો ભારતના હવામાન માટે ખૂબ જ અસ્થિર રહેશે.

હવામાન વિભાગે 9થી 14 માર્ચ દરમિયાન જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ઘણી જગ્યાએ 30થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. IMD ના જણાવ્યા પ્રમાણે, આ વરસાદ ખૂબ ભારે નહીં હોય, પરંતુ તે ચોક્કસપણે તાપમાનમાં થોડો ઘટાડો લાવી શકે છે.

ગુજરાતના હવામાન અંગે વાત કરીએ તો અહીં તાપમાન વધવાની આગાહી આપવામાં આવી છે. હવામાન વેધર રિપોર્ટમાં આપેલી માહિતી પ્રમાણે, ગુજરાતમાં આગામી ત્રણ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં ધીમે ધીમે બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે ત્યારબાદ કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો, આગામી ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં ધીમે ધીમે બેથી ત્રણ સેલ્સિયસનો વધારો થશે ત્યારબાદ કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.

ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં દિવસ 2 અને દિવસ- 3 (9 અને 10 માર્ચ) અને સૌરાષ્ટ્ર-કચ્છમાં દિવસ-2 થી દિવસ-4 (9 થી 11 માર્ચ) દરમિયાન ગરમ અને ભેજવાળી હવાને કારણે અગવડતા (ડિસકમ્ફર્ટ) રહેવાની સંભાવના છે. 10 માર્ચ સુધી ગુજરાતમાં યલો એલર્ટની આગાહી છે. આ સાથે 11મી માર્ચના રોજ દરિયાકિનારાના જિલ્લાઓમાં ગરમ અને ભેજવાળી હવા ફૂંકાવવાની આગાહી છે. 9મી માર્ચના રોજ અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, બરોડા અને સુરત જિલ્લામાં ગરમીનું મોજું રહેવાની શક્યતા છે. આ સાથે સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓ એટલે કે અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ અને કચ્છમાં ગરમીનું મોજું રહેવાની શક્યતા છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં અલગ અલગ સ્થળોએ ગરમ અને ભેજવાળી હવા રહેવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *