કારકિર્દીની 33 ટેસ્ટ અલગ-અલગ મેદાનો પર રમી
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓપનર યશસ્વી જયસ્વાએ ક્રાઈસ્ટચર્ચમાં શરૂૂ થયેલી બીજી ટેસ્ટ મેચમાં મેદાન પર ઉતરતાની સાથે જ એકપણ બોલ રમ્યા વિના અનોખો ઇતિહાસ રચી દીધો છે. જયસ્વાલ હેગલી ઓવલ ખાતે પોતાની કારકિર્દીની 33મી ટેસ્ટ મેચ રમી રહ્યા છે અને ખાસ વાત એ છે કે તેમણે અત્યાર સુધી રમેલી તમામ 33 ટેસ્ટ મેચ અલગ-અલગ મેદાનો પર રમી છે.
આ સિદ્ધિ સાથે યશસ્વીએ દિગ્ગજ સચિન તેંડુલકરને પાછળ છોડી દીધા છે અને પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરના 1994 થી ચાલી આવતા વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી લીધી છે. યશસ્વી જયસ્વાલે ત્રણ વર્ષ પહેલાં વેસ્ટ ઈન્ડિઝ સામે પોતાની ટેસ્ટ કારકિર્દીની શરૂૂઆત કરી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી વિવિધ દેશો અને વિવિધ મેદાનો પર રમીને તેમણે આ દુર્લભ યાદીમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું છે.
સંજય માંજરેકરે 1994 માં પોતાની શરૂૂઆતની સતત 33 ટેસ્ટ મેચ અલગ-અલગ વેન્યૂ પર રમી હતી, ત્યારબાદ 34મી ટેસ્ટમાં તેઓ બેંગલુરુમાં રમ્યા હતા (જ્યાં તેઓ અગાઉ રમી ચૂક્યા હતા), જેના કારણે તેમનો આ સિલસિલો અટક્યો હતો. બીજી તરફ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે પોતાની શરૂૂઆતની સતત 32 ટેસ્ટ મેચ અલગ-અલગ મેદાનો પર રમી હતી. અગાઉની ટેસ્ટ મેચમાં યશસ્વીએ સચિનની બરાબરી કરી હતી, પરંતુ હવે ક્રાઈસ્ટચર્ચ ટેસ્ટમાં ઉતરતાની સાથે જ તેઓ સચિનથી આગળ નીકળી ગયા છે અને માંજરેકરના રેકોર્ડની સમકક્ષ પહોંચી ગયા છે.
