મોરબી પંથકમાં આપઘાત અને અકસ્માતના બનાવમાં ચાર વ્યક્તિના મોત નિપજ્યા હતા. હળવદ તાલુકાના રાયસંગપર ગામે રહેતા યુવકને પિતાએ કામ ધંધા બાબતે ઠપકો આપતાં મનમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રાયસંગપર ગામે રહેતા અજયભાઈ માનસંગભાઈ સોઢા (ઉ.વ.34) નામનો યુવક કોઈ કામ ધંધો કરતો ન હોય જેથી તેના પિતાએ તેને કામ ધંધો કરવાનું કહેલ જે બાબતનું મનમાં લાગી આવતા એકલાતાનો લાભ લઈ રહેણાંક મકાનમા ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
આ બનાવ અંગે હળવદ તાલુકા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે. મૂળ બોટાદ જીલ્લાના વતની હાલ મોરબીની ઋષભ સોસાયટીમાં રહેતા રણજીતભાઈ માણસુરભાઈ હેરમાં (ઉ.વ.37) નામના યુવાને અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના ભાઈ પરેશકુમાર માણસુરભાઈ હેરમા પોતાનું બાઈક જીજે 14 એએચ 9101 લઈને જતા હતા ત્યારે ટીંબડી ગામના પાટિયા પાસે અજાણ્યા ટ્રક ચાલકે બાઈકને હડફેટે લઈને અકસ્માત કર્યો હતો જે અકસ્માતમાં પરેશભાઈને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું અકસ્માત બાદ ટ્રક લઈને ચાલક નાસી ગયો હતો મોરબી તાલુકા પોલીસે ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
લાકડધાર ગામના શિવ મંદિર પાસે પુરપાટ વેગે બાઈક લઈને યુવાન જતો હતો અને આગળ રોડ સાઈડમાં પાર્ક કરેલ ડમ્પર પાછળ બાઈક અથડાયું હતું અકસ્માતમાં બાઈક ચાલક યુવાનનું ગંભીર ઈજાને કારણે મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ વાંકાનેર તાલુકાના લાકડધાર ગામની સીમમાં કિયાન સિરામિકમાં કામ કરતા મદનભાઈ ચુન્નુભાઈ તિવારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના ભાઈ ધીરેન્દ્રભાઈ ચુન્નુભાઈ તિવારી (ઉ.વ.35) રહે હાલ રફાળેશ્વર મોરબી વાળા પોતાનું બાક જીજે 36 કે 3065 લઈને વાંકાનેર તાલુકાના લાકડધાર ગામ નજીકથી જતા હતા શિવ મંદિર પાસે રોડ સાઈડમાં પાર્ક કરેલા ડમ્પર જીજે 36 એક્સ 4949 પાછળ બાઈક ભટકાડી દેતા બાઈક ચાલક ધીરેન્દ્ર તિવારીને ગંભીર ઈજા પહોચતા સારવારમાં મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.વાંકાનેર રેલ્વે સ્ટેશન ખાતે ટ્રેનની ઠોકરે ચડી જતા અજાણ્યા પુરુષનું મોત થયું છે અંદાજે 55 વર્ષની ઉમરના પુરુષનું મોતના બનાવ મામલે રેલ્વે પોલીસે વધુ તપાસ ચલાવી છે.
વાંકાનેર રેલ્વે પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ રેલ્વે સ્ટેશન ખાતે ઓખા નાથદ્વારા ટ્રેન હડફેટે આવી જતા અજાણ્યા પુરુષ અંદાજે 55 વર્ષ વાળાનું શરીર કપાઈ જતા મોત થયું છે રેલ્વે પોલીસના કુલદીપસિંહ ઝાલાએ બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે તેમજ મૃતકે આપઘાત કર્યો કે અકસ્માતે ટ્રેન હડફેટે ચડી ગયો તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
