ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના દિલીપભાઈ આસવાણી ની યાદી મુજબ રાજકોટ ના ઢેબર રોડ પરના એસ.ટી બસ પોર્ટ પર કનક રોડ ખાતેના ઈલેક્ટ્રીક અંદર અને બહાર જવાના બંને ગેટ ધરાશાયી થયા છે. તાજેતરમાં તારીખ 15 જૂન રવિવારે ગુજરાતમાં લોકરક્ષક દળની પરીક્ષાઓ હતી આ પરીક્ષાઓ સવારે 9:30 થી બપોરના 12-30 સુધીનો સમય હતો અને લોકરક્ષક દળ ના ઉમેદવારો માટે એક્સ્ટ્રા બસો પણ મૂકવામાં આવી હતી. ભીડ થશે જ તેની આગોતરી જાણ એસ.ટી તંત્રને હતી. ડેપો મેનેજરની બેદરકારી અને લાપરવાહી ના પગલે કનક રોડ પરના બંને ઈલેક્ટ્રીક ગેઇટ તૂટી ગયા છે.
કનક રોડ પર ગેઇટ પર લોકરક્ષક દળના ઉમેદવારોનો ભારે ઘસારો અને અંધાધુંધી અને અરાજકતા સર્જાઈ હતી ભારે ધક્કા મૂકી થઈ હતી આ અંગે જવાબદાર કોણ ? અને આ ધક્કા મૂકીને કારણે ગેઇટમાં ભારે નુકસાન થયું છે. સરકારી માલ મિલકતને નુકસાન કરવામાં આવ્યું છે ડેમેજ પબ્લિક પ્રોપર્ટી એક્ટ મુજબ રાજકોટના સિનિયર ડેપો મેનેજર અને જવાબદાર કોન્ટ્રાક્ટર સામે ગુનો દાખલ કરવા રાજકોટ શહેર પોલીસ કમિશનરને ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના દિલીપભાઈ આસવાણીએ લેખિત ફરિયાદ કરી છે.
પોલીસ કમિશનરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે તારીખ 15 જૂન ના બપોરના એક વાગ્યાથી ત્રણ કલાક સુધીના કનક રોડ પરના ગેઇટના સીસી ફૂટેજ મેળવી બંને ગેઇટ તૂટવામાં જવાબદાર સામે પગલા ભરી ગેઇટમાં થયેલ નુકસાન ડેપો મેનેજરના પગારમાંથી વસૂલ કરવા પણ માંગ ઉઠાવી છે. પોલીસ કમિશનરને કરેલી લેખિત રજૂઆતની નકલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી, ગુજરાત એસ.ટીના મેનેજિંગ ડાયરેક્ટર અને રાજકોટના વિભાગની નિયામકને પણ નકલો મોકલવામાં આવી છે.
