છેલ્લા ઘણા સમયથી ડિપ્રેશનમાં હોવાનો પણ ઉલ્લેખ: કેશોદના બલગામ ગામની ઘટનાથી પરિવાર અને ગ્રામજનોમાં શોક
કેશોદ તાલુકાના બાલાગામ ગામે કુસ્તી ટ્રેનરે ડિપ્રેશનમાં આવી જઈ ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કર્યાની ઘટના સામે આવી છે. વિશાલ પ્રતાપભાઈ ચાવડા નામના યુવકે જીવન ટૂંકાવી લીધું છે. જેથી તેના પરિવાર પર આભ ફાટ્યું છે. આત્મહત્યા કરનાર યુવક બાલાગામ ખાતે સ્કૂલમાં કુસ્તી અને સ્પોર્ટ ટ્રેનર તરીકે ફરજ બજાવતો હતો.
યુવકે આત્મહત્યા કરી હોવાની જાણ આસપાસના લોકોએ થતાં લોકોએ પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ યુવકની લાશને પેનલ પીએમ માટે જામનગર ખસેડવામાં આવી છે. આ સમગ્ર મામલે કેશોદ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
યુવક પાસેથી મળેલી સ્યુસાઇટ નોટમાં લખ્યુ છે કે, હું જે કરૂૂ છું એ મારી ઈચ્છાથી કરૂૂ છું મને કોઈથી કઈ પ્રોબલેમ નથી હું છેલ્લા કેટલાક સમયથી ડ્રિપેશનમાં હતો એટલે હું થાકી ગયો છે. ભાઈ Sorry મારે આ નોકરી નથી કરવી, મને હવે આગળ જીવવાની કંઈ ઈચ્છા નથી એટલે હું આવું કરું છું. તારા જેવો ભાઈ કિસ્મતમાં મળે, Sorry મારા ભાઈ હું આ જન્મમાં તારો ઋણ ના ચૂકવી શક્યો, મારી કંઈ ભૂલ હોય તો માફ કરજે, હું કોઈના કારણે આવું નથી કરતો, એટલે મારા ગયા પછી કોઈને હેરાન ના કરતો. આ દુનિયા મારા માટે નથી અને હું બહુ જ કંટાળી ગયો છું આ દુનિયાથી, હવે મારે શાંતિ જોઈએ છે એટલે આવું કરું છું. હા હું કોઈના માટે જીવ દવ એવો તો નથી એટલે બીજું કંઈ મનમાં ના લેતા, પ્લીઝ કોઈને હેરાન ના કરતા બસ હવે કંઈ આગળ નથી બોલવું, જજ્ઞિિુ ભાઈ જસવીર, તું ભાભીનું ધ્યાન રાખજેથ.
કેશોદના પીઆઈ પી.એ જાદવે જણાવ્યું હતું કે, મૂળ ગીર સોમનાથ જિલ્લાનો વતની યુવક બાલાગામ ખાતે એક સ્કૂલમાં કુસ્તી ટ્રેનર અને સ્પોર્ટ્સ ટ્રેનર તરીકે નોકરી કરતો હતો. જેણે બાલાગામમાં જ ગળાફાસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જેની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં યુવકના મૃતદેહ પાસેથી પોલીસે સુસાઇડ નોટ કબજે હતી. જે સુસાઈડ નોટમા મૃતક યુવક ડિપ્રેશનમાં હોવાથી તેને આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. પોલીસે યુવકના મૃતદેહને પેનલ પીએમ માટે જામનગર મોકલી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.