ટૂંક સમયમાં ટીમના સભ્યો વડાપ્રધાનને મળવા જશે
ભારતીય ટીમ ટી20 વર્લ્ડ કપ જીતી તેના બીજા દિવસે એટલે કે 9 માર્ચે, કેપ્ટન સૂર્યકુમાર યાદવે અડાલજની વાવ પર ટ્રોફી સાથે ફોટોશૂટ કરાવ્યું હતું, અને તે દરમિયાન અન્ય ખેલાડીઓ અલગ ફ્લાઇટમાં અમદાવાદથી રવાના થયા હતા અને ઘરે પાછા ફર્યા હતા. 11 માર્ચની બપોર સુધીમાં હજુ સુધી વિક્ટરી પરેડના આયોજનની જાહેરાત થઈ નથી. હવે ફેન્સને સવાલ એવો થઈ રહ્યો છે કે શું ઉજવણીમાં ફેરફાર આવ્યો છે? શું તે છઈઇ પરેડ દરમિયાન બનેલી દુર્ઘટનાની અસરના કારણે વિલંબ થઈ રહ્યો છે, કે પછી ખાડીનું યુદ્ધ વાસ્તવિક કારણ બન્યું છે? જોકે હજુ સુધી કોઈ જાહેર પરેડ અંગેની જાહેરાત કરવામાં આવી થઈ, તેનો અર્થ એ નથી કે ઉજવણી પૂરી થઈ ગઈ છે. ઇઈઈઈં સૂત્રોના જણાવ્યા અનુસાર, ટીમના સભ્યો ટૂંક સમયમાં દિલ્હીમાં વડાપ્રધાનને મળી શકે છે. વધુમાં, મુંબઈમાં એક નાનો પણ ગુપ્ત ફોટોશૂટ અથવા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. 2011ની જેમ, ઇઈઈઈંએ ઘરઆંગણે મળેલા વિજયને કારણે પરેડ કરતાં “વિજય ફોટોશૂટ” ને પ્રાથમિકતા આપી છે.
