બામણબોર નજીક કંપનીમાં ઈલેક્ટ્રિક મોટર પર પ્લાસ્ટિક ઢાંકવા જતા શ્રમિક નીચે પટકાયો

મોરબી જિલ્લામાં બનેલી બે દુર્ઘટનાઓમાં એક મહિલાએ જીવ ગુમાવ્યો છે,જ્યારે અન્ય એક શ્રમિક ઊંચાઈ પરથી પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે.બંને કિસ્સાઓમાં ભોગ બનનારને તાત્કાલિક…

મોરબી જિલ્લામાં બનેલી બે દુર્ઘટનાઓમાં એક મહિલાએ જીવ ગુમાવ્યો છે,જ્યારે અન્ય એક શ્રમિક ઊંચાઈ પરથી પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે.બંને કિસ્સાઓમાં ભોગ બનનારને તાત્કાલિક રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

પ્રથમ કિસ્સામાં, રાજકોટના બામણબોર પાસે આવેલા ’જયસ્ટોન ક્રશર’ (ભરડિયા)માં મજુરી કામ કરતા આરીફભાઈ અરસાદભાઈ મંડલ (ઉં.વ. 34) ગંભીર રીતે ઘાયલ થયા છે. મૂળ કોલકાતાના વતની આરીફભાઈ પ્લાન્ટ પર હાજર હતા ત્યારે અચાનક વરસાદ શરૂૂ થયો હતો.ઇલેક્ટ્રિક મોટર પલળી ન જાય તે હેતુથી તેના પર પ્લાસ્ટિક ઢાંકવા માટે તેઓ આશરે દસેક ફૂટની ઊંચાઈએ ચડ્યા હતા.પ્લાસ્ટિક ઢાંકતી વખતે અચાનક પગ લપસતા તેઓ સીધા નીચે પટકાયા હતા. દસ ફૂટની ઊંચાઈએથી નીચે પડતા તેમને માથા અને શરીરના અન્ય ભાગોમાં ઇજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.

બીજા બનાવમાં મોરબી જિલ્લાના તાજપર ગામના રહેવાસી ગોમતીબેન મેરૂૂભાઈ માંડવીયા (ઉ.45) ગત તા.15 માર્ચના રોજ સવારના 11:00 વાગ્યાની આસપાસ પોતાના ઘરે હતા. આ દરમિયાન અચાનક ચક્કર આવતા તેઓ જમીન પર પટકાયા હતા. પટકાવાને કારણે તેમને માથાના ભાગે અને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. પરિવારજનો તેમને તાત્કાલિક સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલમાં લાવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર બાદ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવથી તાજપર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *