જામનગરના ઝાંખર-વાડીનાર રોડનુ કામ શરૂ, બ્રિજ બનાવાશે

જામનગર જિલ્લાનો અગત્યનો ગણાતો ઝાંખરથી વાડીનાર સુધીનો 10.7 કિલોમીટર લાંબો માર્ગ અત્યાધુનિક સુવિધાઓ સાથે તૈયાર થઈ રહ્યો છે. આ માર્ગનું 10 મીટર પહોળાઈ સાથે રિસર્ફેસિંગ,…

જામનગર જિલ્લાનો અગત્યનો ગણાતો ઝાંખરથી વાડીનાર સુધીનો 10.7 કિલોમીટર લાંબો માર્ગ અત્યાધુનિક સુવિધાઓ સાથે તૈયાર થઈ રહ્યો છે. આ માર્ગનું 10 મીટર પહોળાઈ સાથે રિસર્ફેસિંગ, સીસી રોડ બનાવવાની તેમજ રસ્તા પરના જૂના અને જર્જરિત બ્રિજને તોડીને તેના સ્થાને નવા, મજબૂત બ્રિજ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ કામ વિશે માહિતી આપતા જામનગર માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)ના કાર્યપાલક ઈજનેર શ્રી વિજય ગૌસ્વામીએ જણાવ્યું હતું કે, ઝાંખર-વાડીનાર રોડ એ આ વિસ્તાર માટે અતિ મહત્વપૂર્ણ માર્ગ છે.

આ માર્ગ વાડીનાર પોર્ટ, ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ તેમજ પર્યટનનું મુખ્ય કેન્દ્ર એવા નરારા મરીન નેશનલ પાર્કને જોડતો હોવાથી તેનું વ્યૂહાત્મક મહત્વ ઘણું વધારે છે.તેમણે ઉમેર્યું હતું કે આ આધુનિકરણના કારણે પોર્ટની પ્રવૃત્તિઓ, સુરક્ષા સંબંધિત હેરફેર અને પર્યટન માટેની અવરજવર ખૂબ જ સરળ સુરક્ષિત અને ઝડપી બનશે જે જામનગર જિલ્લાના સર્વાંગી વિકાસમાં મોટો ફાળો આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *