વડોદરામાં રમાનાર 11 મેચની ટિકિટો પણ મેળવી શકાશે
મહિલા પ્રીમિયર લીગ એટલે કે WPLની ચોથી સિઝનની શરૂૂઆત 9 જાન્યુઆરીથી થશે, જેને લઈને બીસીસીઆઈ તરફથી 27 નવેમ્બરે મેગા ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ તમામ પાંચ ટીમોમાં કેટલાક મોટા ફેરફાર પણ જોવા મળ્યા છે. બીજી બાજુ ફેન્સ આગામી સિઝનની શરૂૂઆતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બીસીસીઆઈ તરફથી શેડ્યૂલની પહેલાથી જ જાહેરાત કરી દેવામાં આવી હતી. ત્યારે હવે મેચની ઓનલાઈન ટિકિટ વેચાણને લઈને પણ મોટી અપડેટ જાહેર કરવામાં આવી છે.
WPLની ચોથી સિઝનમાં પહેલી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ મહિલા ટીમ વચ્ચે રમાશે. આ વખતે ટુર્નામેન્ટની મેચો નવી મુંબઈના ડો. ડીવાઈ પાટિલ સ્પોર્ટ્સ એકેડમીમાં અને વડોદરાના બીસીએ સ્ટેડિયમમાં રમાશે.
એવામાં મેચની ઓનલાઈન ટિકિટનું વેચાણ અંગે બીસીસીઆઈ તરફથી અપડેટ આપવામાં આવી છે. ફેન્સ 26 ડિસેમ્બરથી નવી મુંબઈ અને વડોદરા બંને વેન્યૂમાં યોજાનાર મેચની ટિકિટ ખરીદી શકે છે. ટિકિટનું ઓનલાઈન વેચાણ આજે ભારતીય સમયાનુસાર સાંજે 6 વાગ્યેથી શરૂૂ થશે. નવી મુંબઈમાં શરૂૂઆતની 11 મેચ રમાશે, જે 9 જાન્યુઆરીથી 17 જાન્યુઆરી સુધી ચાલશે. ત્યાર બાદ ફાઈનલ અને પ્લેઓફ મેચ સહિતની બાકીની 11 મેચનું આયોજન વડોદરાના સ્ટેડિયમમાં થશે. બીસીસીઆઈ તરફથી WPL 2026 મેચની ટિકિટને લઈને જાણકારી આપી છે કે, ફેન્સ સીધા સત્તાવાર વેબસાઈટ પર જઈને પોતાની પસંદગીની મેચની ટિકિટ લઈ શકે છે. ડિસ્ટ્રિક એપ અને વેબસાઈટ પરથી પણ મેચની ટિકિટ સરળતાથી ખરીદી શકાશે. હજુ ટિકિટની કિંમતને લઈને કોઈ જાણકારી સામે આવી નથી. ટિકિટનું વેચાણ શરૂૂ થવાની સાથે જ તેના મહત્તમ અને ન્યૂનતમ કિંમતનો પણ ખુલાસો થઈ જશે.
