શબ્દો દ્વારા મહિલાઓની સફળતાના પોંખણા કરી દર સપ્તાહે ઉજવાય છે મહિલા દિવસ

એવોર્ડ નહીં પણ ઓળખ, સર્ટિફિકેટ નહીં પણ સન્માન,મેડલ નહીં પણ ઉડાન આપે છે “ગુજરાત મિરર” કોઈ આશા – અપેક્ષા નહીં, માત્ર નારીના નવ ગુણને નિખારી…

એવોર્ડ નહીં પણ ઓળખ, સર્ટિફિકેટ નહીં પણ સન્માન,મેડલ નહીં પણ ઉડાન આપે છે “ગુજરાત મિરર”

કોઈ આશા – અપેક્ષા નહીં, માત્ર નારીના નવ ગુણને નિખારી નવી ઉડાન આપવાનો વિનમ્ર પ્રયાસ

ગુજરાતના અમદાવાદ,વડોદરા,સુરત તેમજ મુંબઈ, બેંગ્લોર, ચેન્નાઇ ઉપરાંત સ્વિટ્ઝર્લેન્ડ, બેંગકોક, દુબઇ, ચાઇના , અમેરિકા, કેનેડા સહિત પ્રદેશની સીમા ઉડાને ઓળંગી છે.

તાજેતરમાં 8 માર્ચના રોજ વિશ્વ મહિલા દિવસની ઉજવણી થઈ.અનેક સંસ્થાઓ દ્વારા મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું. મહિલાઓના કામની પ્રશંસા સાથે તેના મજબૂત મનોબળ,હિંમત,ધીરજ,આત્મવિશ્વાસ જેવા ગુણોની પણ નોંધ લેવામાં આવી.સમગ્ર વિશ્વમાં મહિલા દિવસની ઉજવણી અલગ અલગ પ્રકારે થઈ.મહિલાઓ દ્વારા અન્ય મહિલાઓનું સન્માન દિલમાં ટાઢક આપનારું બની રહ્યું.અનેક જગ્યાએ પુરુષોએ પણ મહિલાઓના સંઘર્ષને સલામ કરતા કાર્યક્રમો યોજ્યા પરંતુ ગુજરાત મિરર દર સપ્તાહે મહિલાઓની કોલમ ’ઉડાન’માં શબ્દો દ્વારા સ્ત્રીઓનું સન્માન કરે છે.આ કોલમ એક દાયકાને સ્પર્શવાની આરે છે ત્યારે થોડી વાત એ મહિલાઓની કરીએ કે જેઓને ઉડાન દ્વારા ખરેખર ઉડવાનું જોમ અને જુસ્સો મળ્યા છે.

જે મહિલાઓએ આ બધી મહિલાઓની વાત વાંચી છે,જાણી છે,માણી છે અને વખાણી છે તેમને પણ જીવનનું કંઈક ભાથું જરૂૂરથી મળ્યું છે.આ માટે આ કોલમ લખનાર,વાંચનારથી પણ વિશેષ ફાળો અખબારના એડિટર અને માલિકોનો છે કે જેઓ કોઈ પણ અપેક્ષા રાખ્યા વગર અવિરતપણે આ સ્ત્રી સન્માનના યજ્ઞમાં આહુતિ આપતા રહે છે.આ માટે હાલના અખબારના સર્વે સર્વા સંજયભાઈ પટેલને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે.લોકો દર વર્ષે મહિલા દિવસની ઉજવણી કરે છે પરંતુ “ગુજરાત મિરર” દર સપ્તાહે મહિલાની સફળતાને, સન્માનને પોંખે છે.

આ કોલમનો પ્રારંભ 2017માં થયો ત્યારથી લઈને આજ સુધી અહીં આરજે, એન્કર, આઈએએસ ઓફિસર, કવયિત્રી, સિંગર, ટીચર, અભિનેત્રી, પાઈલટ, લોકો પાઈલટ, પોલીસ, વકીલ, પ્રોફેસર, શેફ, કથાકાર, સ્પોર્ટ્સ વુમન, ફેશન ડિઝાઈનર, સાયન્ટિસ્ટ, હોમ બેકર, શાસ્ત્રીય નૃત્યકાર, પત્રકાર, ડોક્ટર, પર્વતારોહક, પર્યાવરણ વિદ, ફોટોગ્રાફર, બિઝનેસ વુમન, કલાકાર, ડ્રમર,સ્નેક કેચર,બસ કંડકટ્ટર,રિક્ષાચાલક,આઈ એએસ ઓફિસર, શૂટર,મહિલા ક્રિકેટર, મહિલા અમ્પાયર,હાસ્ય કલાકાર, ફોરેસ્ટ ઓફિસર,જીએસટી ઓફિસર સહિત 450 જેટલી મહિલાઓની કહાની કલમે કંડારી છે.જ્યાં ઈંચ અને અક્ષરોનું આર્થિક મૂલ્ય હોય ત્યાં અડધા પેજ જેટલી જગ્યા કોઈ પણ અપેક્ષા,આશા વગર મહિલાઓના નામે કરવી તે માટે માલિક અને એડિટર ધન્યવાદને પાત્ર છે.ગુજરાતના દરેક શહેરો ઉપરાંત સ્વિટ્ઝર્લેન્ડ, બેંગકોક, દુબઇ, ચાઇના ,અમેરિકા,કેનેડા સહિત પ્રદેશની સીમા ઉડાને ઓળંગી છે.2024માં પદ્મ શ્રી એવોર્ડ મેળવનાર સાસણ ગીરના તાલાલા તાલુકાના જાંબુર ગામના હીરબાઈ ઇબ્રાહિમ લોદીની જીવનયાત્રા 2019માં જ લખવામાં આવી હતી.પોરબંદરના નૂતનબેન ગોકાણીની સફરની ખબર રાજકોટ પહેલા યુકે માં પહોંચી હતી.ગુજરાત મિરરની ઈ પેપરની આવૃત્તિ ત્યાં પણ પહોંચે છે.અનેક મહિલાઓએ આંસુથી ઉડાનને વધાવી છે તો ઘણી મહિલાઓને પોતાના પરિવારમાં માન મળ્યું છે. આમ ગુજરાત મિરરે મહિલાઓને એવોર્ડ નહીં પણ ઓળખ, સર્ટિફિકેટ નહીં પણ સન્માન,મેડલ નહીં પણ ઉડાન આપી છે.

આ કોલમ માં જેની જીવન યાત્રાનું પ્રથમ આલેખન થયું તે પારૂલબેન શાહ ગુજરાત મિરરને ખૂબ ખૂબ અભિનંદન આપે છે અને જણાવે છે કે સહુ પ્રથમ મારી સંઘર્ષ ગાથાનું આલેખન કરવા બદલ હું ગુજરાત મીરરની ખૂબ આભારી છું.હાસ્ય કલાકાર ડો.અવની વ્યાસ,અંજલિબેન રૂૂપાણી, મોટિવેશનલ સ્પીકર નેહલબેન ગઢવી,આરજે દેવકી,રાજકોટના રાણી સાહેબ કાદંબરી દેવી,મહિલાઓમાં લોકપ્રિય કાશ્મીરાબેન નથવાણી, ધારાસભ્ય ડો.દર્શિતા બેન શાહ, મેયર નયનાબેન પેઢડિયા,શેફ હીના ગૌતમ,ટ્રાફિક પોલીસ પૂજા યાદવ,અમદાવાદના જે.કે. મોટર્સના જિયા શાહ , ફેશનની દુનિયામાં અગ્રેસર સુરતના ટીના રાંકા, મુંબઈના સેલિબ્રિટિના સાડી ડ્રેપર ડોલી જૈન,રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેત્રી માનસી પારેખ, સિરિયલ અનુપમામાં બાનું પાત્ર નિભાવનાર અલ્પનાબેન બુચ સહિત નામી-અનામી અનેક મહિલાઓએ આ કોલમને અર્થ સભર બનાવી છે.

જુદા-જુદા ક્ષેત્રની દરેક મહિલાઓની વાતને જે સમયે કલમે કંડારી છે ત્યારે એ મહિલાઓએ પોતાની લાગણી વ્યક્ત કરેલ.શબ્દો અલગ અલગ છે પરંતુ દરેકનો ભાવ સરખો

ઉડાનનું સાતત્ય જાળવી રાખવા બદલ એડિટરને અનેક અનેક શુભેચ્છા
’ગુજરાત મિરર’ રાજકોટ શહેરના સાંધ્ય દૈનિક અખબારોમાં આગવું નામ ધરાવે છે. છેલ્લા આઠ વર્ષથી આ અખબાર સાતત્યથી પોતાનું કામ કરી રહ્યું છે. અખબારમાં જ્યાં એક એક કોલમ અને શબ્દોનું મહત્વ હોય છે ત્યાં ચોક્કસ દિવસે ચોક્કસ જગ્યા મહિલાઓ માટે ફાળવવી એ ખરેખર પ્રશંસનીય બાબત છે.પ્રારંભથી જ મહિલાઓ માટેની કોલમ ઉડાનનું સાતત્ય જાળવવા બદલ ગુજરાત મિરરના સંજયભાઈ પટેલ અને કમલનયનભાઈ સોજીત્રાને અને પરેશભાઈ ગજેરાને ખૂબ ખૂબ અભિનંદન…પોતાની કલમ થકી ઉજાગર કરવા માટે હું ભાવનાબેન દોશીજીની પણ એટલી જ આભારી છું.
અંજનાબેન ગોસ્વામી
કવયિત્રી, ગીતકાર, જર્નાલિસ્ટ, વકીલ તેમજ ફેશન ડિઝાઇનર

highlighting women’work is a great thing

All Women are stronger than they think and braver than they believe..
You too doing an extremely great work highlighting other females…You should be credited the most.my heartly congratulations to Bhavna ben Doshi and whole team of Gujarat mirror.
-Nidhi adhiya
First women pilot of Rajkot

છાપામાં ફોટો આવે એ ઈચ્છા ગુજરાત મિરરે પૂરી કરી
નાની હતી ત્યારે લોકોનો ફોટો પેપરમાં જોઈ એવું થતું કે મારો ફોટો ક્યારે છપાશે? એના માટે શું કરવું પડે? પણ આજે તેનો જવાબ મળ્યો. જીવનમાં એવું ઘણું વિચાર્યું જે પૂરું થયું. સમય લાગ્યો પણ સંઘર્ષ સાથે સફળતાનો સ્વાદ મીઠો લાગે છે. હજુ ઘણું શીખવાનું બાકી છે.છાપામાં મારો ફોટો આવે તે ઈચ્છા પૂરી કરવા બદલ અને મારા જીવનની એ વાતો જેને હું પોતે ભૂલી ગઈ હતી, મારો જ મારી જાત સાથે ફરી ભેટો કરાવી મને આર્ટિકલરૂૂપે રજૂ કરવા બદલ ગુજરાત મિરર અને ભાવનાબેન દોશીનો ખૂબ ખૂબ આભાર માનું છું
-સંધ્યા પંચાલ
(ન્યૂઝ 18) રિપોર્ટર,એન્કર, ન્યૂઝ એડિટર

Udaan is incredible
Bhavna ji Gujarat Mirror Team
I am very impressed from the article written by you. The way it starts and ends with a continuous flow, the way you put up words and such a rich content in so few words is really commendable.
You have aptly highlighted the most important information in boxes which would be helpful for public. The flow and continuity of article is so interesting that one can not leave the article reading in between. From being portrayed as harassing authority by public to an enforcing agency in this article, you have given a positive angle to the hard work of traffic police. As well as you have equally made a request and awareness about the duties of citizens. Your article indicates balance of duties of government, public and media. Since the content of article touches aspects about traffic, women and motivation from life of a person, it would benefit the readers from all parts of society
Thank you so much for this wonderful article.
-Puja yadav

અન્યને મોટા કરી પોતાની મોટપ બતાવે છે ગુજરાત મિરર
ગુજરાત મિરરની સમગ્ર ટીમ આપે મારા માટે જે શબ્દો લખ્યા છે તેને હું જવાબદારીપૂર્વક નિભાવી શકું અને છેલ્લા શ્વાસ સુધી તમારા શબ્દોને સાચા પાડી શકું એવો પ્રયત્ન કરીશ કોઈના વખાણ કરવા કે કોઈના માટે કશુંક વ્યક્ત કરવું એ સહેલી વાત નથી, કોઈના રાજીપે રાજી થવું અને કોઈને મોટા કરવા એવો તમારો જે ભાવ છે અંદર રહેલી જે ચેતના છે તેને હું વંદન કરુ છું. આ જ રીતે મહિલાઓ માટે કામ થતું રહે એવી આશા રાખું છું
-નેહલ ગઢવી
મોટિવેશનલ સ્પીકર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *