ટેસ્ટ, વન-ડે અને T-20માટે મહિલા ક્રિકેટ ટીમ જાહેર

    ઓસ્ટ્રેલીયન પ્રવાસ માટે ભારતીય મહીલા ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. પસંદગીકારોએ ટેસ્ટ મેચ માટે અનુભવ અને યુવા ઉત્સાહનું સારું સંતુલન પસંદ કર્યું…

 

 

ઓસ્ટ્રેલીયન પ્રવાસ માટે ભારતીય મહીલા ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. પસંદગીકારોએ ટેસ્ટ મેચ માટે અનુભવ અને યુવા ઉત્સાહનું સારું સંતુલન પસંદ કર્યું છે. સ્મૃતિ મંધાના, પ્રતિકા રાવલ, શેફાલી વર્મા, જેમીમા રોડ્રિગ્સ અને હરલીન દેઓલ બેટિંગમાં મહત્વપૂર્ણ જવાબદારી નિભાવશે. દીપ્તિ શર્મા, અમનજોત કૌર અને સ્નેહ રાણા ઓલરાઉન્ડ વિભાગમાં ટીમની કરોડરજ્જુ સાબિત થઈ શકે છે.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન યજમાન દેશ સામે એક ટેસ્ટ મેચ પણ રમશે. ભારતીય પસંદગીકારોએ આ મેચ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. આ ચાર દિવસીય ટેસ્ટ મેચ 6 થી 9 માર્ચ દરમિયાન પર્થના ઐતિહાસિક ઠઅઈઅ ગ્રાઉન્ડ પર રમાશે.

આ ટેસ્ટમાં હરમનપ્રીત કૌર ભારતીય ટીમનું નેતૃત્વ કરશે, જ્યારે સ્મૃતિ મંધાનાને ઉપ-કેપ્ટન બનાવવામાં આવી છે. ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025 દરમિયાન ઘાયલ થયેલી પ્રતિકા રાવલને પણ ટીમમાં સામેલ કરવામાં આવી છે. વૈષ્ણવી શર્મા અને ક્રાંતિ ગૌડને પણ પહેલી વાર ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

ભારતીય મહિલા ટીમનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ ફેબ્રુઆરીના મધ્યમાં શરૂૂ થશે, જેમાં પ્રથમ છ મર્યાદિત ઓવરની મેચો રમાશે. આ પ્રવાસ ત્રણ ટી20 આંતરરાષ્ટ્રીય મેચોથી શરૂૂ થશે, ત્યારબાદ ત્રણ વનડે મેચ રમાશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પહેલી ટી20 મેચ 15 ફેબ્રુઆરીએ સિડનીમાં રમાશે.ભારતની ટેસ્ટ ટીમમાં હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), શેફાલી વર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, અમનજોત કૌર, રિચા ઘોષ (વિકેટકીપર), ઉમા છેત્રી (વિકેટકીપર), પ્રતિકા રાવલ, હરલીન દેઓલ, દીપ્તિ શર્મા, દીપ્તિ ગોરન, એસ. વૈષ્ણવી શર્મા અને સયાલી સાતઘરેનો સમાવેશ કરાયો છે. જયારે ભારતની ODI ટીમમાં હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), શેફાલી વર્મા, વૈષ્ણવી શર્મા, ક્રાંતિ ગૌડ, સ્નેહ રાણા, દીપ્તિ શર્મા, રિચા ઘોષ (વિકેટકીપર), ઉમા છેત્રી (વિકેટકીપર), કશ્વી ગૌતમ, ચારણ સિંહ, કૌરન, ઠાકુર, એ. જેમિમાહ રોડ્રિગ્સ અને હરલીન દેઓલનો સમાવવામાં આવી છે.

ભારતની T20I ટીમ: હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (ઉપ-કેપ્ટન), શેફાલી વર્મા, રેણુકા સિંહ ઠાકુર, શ્રી ચારણી, વૈષ્ણવી શર્મા, ક્રાંતિ ગૌડ, સ્નેહ રાણા, દીપ્તિ શર્મા, રિચા ઘોષ (વિકેટકીપર), ઉમા છેત્રી (વિકેટકીપર), જેમીમા રોડ્રિગ્સ, અરુંધતી રેડ્ડી, અમનજોત કૌર, ભારતી ફુલમાલી અને શ્રેયંકા પાટિલને તક અપાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *