રાજકોટમાં મહિલા સુરક્ષિત, પીંક સિટી બસનો પ્રારંભ

મહિલા સંચાલિત બસમાં રૂા.1000માં આખુ વર્ષ મુસાફરીનો વિશેષ લાભ રાજકોટ શહેરના નાગરિકોને સુલભ, સુરક્ષિત અને સમયબદ્ધ શહેરી જાહેર પરિવહન સેવા ઉપલબ્ધ કરાવવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા…

મહિલા સંચાલિત બસમાં રૂા.1000માં આખુ વર્ષ મુસાફરીનો વિશેષ લાભ

રાજકોટ શહેરના નાગરિકોને સુલભ, સુરક્ષિત અને સમયબદ્ધ શહેરી જાહેર પરિવહન સેવા ઉપલબ્ધ કરાવવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિટી બસ સેવા (RMTS) તથા બી. આર. ટી. એસ. બસ સેવા કાર્યરત રાખવામાં આવી છે. આ બંને સેવાઓનું સંચાલન રાજકોટ મહાનગર પાલિકાની કંપની રાજકોટ રાજપથ લી. (SPV) દ્વારા સુવ્યવસ્થિત રીતે કરવામાં આવી રહ્યું છે. શહેરમાં વધતી મુસાફરીની જરૂૂરિયાતોને ધ્યાનમાં રાખીને હાલ કુલ 82 રૂૂટ પર 100 CNG બસ તથા 134 ઇલેક્ટ્રિક બસ એમ કુલ 234 બસ દ્વારા દૈનિક પરિવહન સેવા પૂરી પાડવામાં આવી રહી છે. આ સેવાઓ દ્વારા દરરોજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ, વેપારીઓ તેમજ સામાન્ય નાગરિકોને સરળ અને સસ્તી મુસાફરીની સુવિધા મળી રહી છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાગરિક કેન્દ્રિત સુવિધાઓ વધારવાના હેતુસર તેમજ ખાસ કરીને મહિલા મુસાફરોને વધુ સુરક્ષિત અને અનુકૂળ મુસાફરી ઉપલબ્ધ થાય તે માટે નાણાંકીય વર્ષ 2026-27ના બજેટ સ્પીચ અંતર્ગત મહિલા સુરક્ષિત સફર યોજના (MSSY) જાહેર કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત મહિલાઓ માટે વિશેષ પિંક બસ સેવા શરૂૂ કરવામાં આવશે, જેમાં માત્ર મહિલા મુસાફરોને મુસાફરી કરવાની સુવિધા આપવામાં આવશે. મહિલાઓને જાહેર પરિવહનમાં સુરક્ષિત વાતાવરણ મળે અને તેઓ નિર્ભયતાપૂર્વક મુસાફરી કરી શકે તે હેતુસર આ પાઇલોટ પ્રોજેક્ટ શરૂૂ કરવામાં આવી રહ્યો છે.

આજે તા.01-04-2026ના રોજ સવારે ત્રિકોણબાગ ખાતેથી માન. ધારાસભ્યશ્રી ડો. દર્શિતાબેન શાહ, શ્રી રમેશભાઈ ટીલાળા, અગ્રણીશ્રી નરેન્દ્રસિંહ જાડેજા અને શ્રી મનીષભાઈ રાડીયા ઝંડી આપી ‘પિંક બસ’ પાઇલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ અવસરે રાજકોટ રાજપથ લિ.ના જનરલ મેનેજરશ્રી પરેશ અઢીયા, રાજકોટ રાજપથ લિ.ના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ યોજના હેઠળ પ્રારંભિક તબક્કામાં શહેરના મહત્વપૂર્ણ અને વધુ મુસાફરો ધરાવતા ત્રણ સિટી બસ (RMTS) રૂૂટ તથા એક ઇછઝજ રૂૂટ પર કુલ ચાર (4) પિંક બસ કાર્યરત કરવામાં આવશે. આ બસો મહિલાઓ માટે વિશેષ નિર્ધારિત રહેશે તથા બસમાં ક્ધડક્ટર તરીકે પણ મહિલા સ્ટાફની નિમણૂંક કરવામાં આવશે, જેથી મુસાફરી દરમિયાન મહિલાઓને વધુ સુરક્ષા અને સહજતા અનુભવાય. આ રૂૂટની પસંદગી દરમિયાન મહિલાઓની વધુ અવરજવર, શૈક્ષણિક સંસ્થાઓ, રહેણાંક વિસ્તારો તથા મુખ્ય ટ્રાન્સપોર્ટ કોરિડોરને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. પાઇલોટ પ્રોજેક્ટના અનુભવના આધારે ભવિષ્યમાં વધુ રૂૂટ પર પિંક બસ સેવા વિસ્તૃત કરવામાં આવશે.

મહિલા સુરક્ષિત સફર યોજના અંતર્ગત મુસાફરી કરનાર મહિલા મુસાફરો વુમન કેટેગરી પાસ મેળવીને આ સેવા નો લાભ લઈ શકશે. આ પાસ વાર્ષિક માત્ર રૂૂ.1000/- ના નાનજીવા દરે આપવામાં આવશે, જ્યારે રૂૂ.50/- પ્રોસેસિંગ ચાર્જ અલગથી વસૂલવામાં આવશે. પાસ મેળવવા માટે મહિલા મુસાફરો રાજકોટ મહાનગરપાલિકાના તમામ સિટી સિવિક સેન્ટર, વોર્ડ ઓફિસ ખાતે અથવા ઓનલાઇન અરજી કરી શકશે. અરજી કર્યા બાદ નિયમોનુસાર કાર્યવાહી પૂર્ણ કરીને પાસ ઇસ્યુ કરવામાં આવશે. પાસ મળ્યા બાદ મહિલા મુસાફરો નિર્ધારિત પિંક બસ રૂૂટમાં સરળતાથી મુસાફરી કરી શકશે.

પિંક બસ માટે નિર્ધારિત રૂટની વિગતો
– રૂટ નં. 13 લાલબહાદુર શાસ્ત્રી ટાઉનશીપથી કોઠારીયા ચોક 1 CNG બસ
– રૂટ નં. 17 સૌરાષ્ટ્ર યુનિવર્સિટીથી ત્રંબા ગામ 1 CNG બસ
– રૂટ નં. 8 ગ્રીનલેન્ડ ચોકથી લાભુભાઈ ત્રિવેદી એન્જિ. કોલેજ (કણકોટ) 1 ઇલેક્ટ્રિક બસ
– BRTS રૂટ માધાપર ચોકથી ગોંડલ ચોક 1 ઇલેક્ટ્રિક બસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *