રાજકોટના નારીગૃહમાં નારીઓનું શોષણ

રાજકોટ: ગુજરાત સરકાર દ્વારા સંચાલિત રાજકોટના નારી ગૃહમાં મહિલાઓના શોષણ અને ગેરરીતિના ચોંકાવનારા આક્ષેપો સામે આવ્યા છે. વિશ્વ હિન્દુ પરિષદના નેતાએ આક્ષેપ કર્યો છે કે…

રાજકોટ: ગુજરાત સરકાર દ્વારા સંચાલિત રાજકોટના નારી ગૃહમાં મહિલાઓના શોષણ અને ગેરરીતિના ચોંકાવનારા આક્ષેપો સામે આવ્યા છે. વિશ્વ હિન્દુ પરિષદના નેતાએ આક્ષેપ કર્યો છે કે નારી ગૃહનું કામ અબલા નારીને સુરક્ષા આપવાનું છે, પરંતુ અહીં ઈસ્લામિક જેહાદ અને લવ જેહાદનું કેન્દ્ર ચલાવવામાં આવી રહ્યું છે. તેમણે જણાવ્યું કે, એક પીડિત મહિલા જે લવ જેહાદનો ભોગ બની હતી, તેણે અહીં આવીને ભાંડો ફોડ્યો છે કે આ સ્થળે મહિલાઓને મુસલમાનો સાથે જવા માટે પ્રેરીત કરવામાં આવે છે અને તેમને તાલીમ આપવામાં આવે છે.

પીડિત મહિલા, જેણે પોતાનો ચહેરો ઢાંકી રાખ્યો છે, તેણે જણાવ્યું કે બે યુવતીઓને મુસલમાન સાથે મોકલવામાં આવી હતી. તેણે કહ્યું કે અહીં મહિલાઓ સાથે કેદી જેવું વર્તન કરવામાં આવે છે. તેમને અપશબ્દો કહેવામાં આવે છે, પૂરતું ખાવાનું આપવામાં આવતું નથી અને સાબુની એક ટીકીટ માટે પણ 15 દિવસ રાહ જોવી પડે છે. આ ઉપરાંત, કર્મચારીઓ પોતાના સંતાનોને અહીં લઈ આવે છે જે ગેરકાયદેસર છે.

શનિવારે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા નારી સંરક્ષણ ગૃહ પહોંચીને કામગીરી સામે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. સંસ્થાએ આક્ષેપ કર્યો હતો કે ગૃહમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે અને ત્યાંની મહિલાઓની સ્થિતિ દયનીય છે. આ રજૂઆતને પગલે કલેક્ટર ડો. ઓમ પ્રકાશે તાત્કાલિક અસરથી પ્રાંત અધિકારી ચાંદની પરમારને સમગ્ર મામલાની તપાસ સોંપીને વહેલી તકે રિપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યો હતો.
પ્રાંત અધિકારી દ્વારા આ મામલે સ્થળ તપાસ અને ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસના રિપોર્ટ અંગે માહિતી આપતા કલેક્ટર ડો. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે: નારી સંરક્ષણ ગૃહમાં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર કામગીરી ચાલતી નથી.વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપો તથ્યહીન અને પાયાવિહોણા સાબિત થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *