ભાવનગરમાં સ્પાની આડમાં સેક્સ રેકેટ ચલાવતી મહિલા પાસા હેઠળ જેલ હવાલે

ભાવનગર શહેરમાં સ્પા સેન્ટરની આડમાં ગેરકાયદેસર અને અનૈતિક દેહ વ્યાપારની પ્રવૃત્તિઓ ચલાવતા તત્વો સામે ભાવનગર જિલ્લા પોલીસે લાલ આંખ કરી છે. શહેરના નિલમબાગ પોલીસ સ્ટેશન…

ભાવનગર શહેરમાં સ્પા સેન્ટરની આડમાં ગેરકાયદેસર અને અનૈતિક દેહ વ્યાપારની પ્રવૃત્તિઓ ચલાવતા તત્વો સામે ભાવનગર જિલ્લા પોલીસે લાલ આંખ કરી છે. શહેરના નિલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્પાની આડમાં સેક્સ રેકેટ ચલાવતી એક મહિલા વિરૂૂદ્ધ ભાવનગર જિલ્લા કલેક્ટર અને મેજિસ્ટ્રેટ દ્વારા પાસા નું વોરંટ ઈસ્યુ કરવામાં આવતાં, પોલીસે ત્વરિત કાર્યવાહી કરી મહિલાની અટકાયત કરીને તેને ભુજની ખાસ જેલ ખાતે મોકલી આપી છે.

મળતી વિગતો અનુસાર ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક (IGP) રાજેન્દ્ર વી. અસારી તથા પોલીસ અધિક્ષક (SP) નિતેશ પાંડેય દ્વારા જિલ્લામાં દારૂૂ, મિલકત તેમજ શરીર સંબંધી ગુનાઓ અને અનૈતિક દેહ વ્યાપાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ઇસમો સામે કડક કાયદાકીય પગલાં ભરવા સૂચના આપવામાં આવી હતી. આ અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચ ના પોલીસ ઇન્સ્પેક્ટર મયુરધ્વજસિંહ એમ. સરવૈયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર. એ. વાઢેર, વી. સી. જાડેજા, પી. ડી. ઝાલા સહિતની ટીમો અને સ્થાનિક થાણા અધિકારીઓ દ્વારા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી રહી હતી.

દરમિયાન નિલમબાગ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ભાવનગર શહેરમાં સ્પાની આડમાં અનૈતિક દેહ વ્યાપાર ચલાવતી શબાનાબેન ફારૂૂકભાઇ થીમ( ઉં.વ. 37, રહે. મફતનગર, મહંમદી મસ્જીદની પાસે, કુંભારવાડા, ભાવનગર; હાલ- શ્રીજી પાર્ટી પ્લોટ સામેના ખાંચામાં, પ્રદિપસિંહ જાડેજાના મકાનમાં ભાડેથી, શિવધારા સોસાયટી, ભાવનગર) વિરૂૂદ્ધ પાસા હેઠળ અટકાયત કરવા માટેની એક વિસ્તૃત દરખાસ્ત તૈયાર કરીને જિલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલવામાં આવી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ પાસા દરખાસ્તને ગંભીરતાથી લઈ તેને મંજૂરી આપી મહિલા વિરૂૂદ્ધ પાસા વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યું હતું. વોરંટ મળતાં જ નિલમબાગ પોલીસે કાયદાકીય જોગવાઈઓ હેઠળ વોરંટની બજવણી કરી, આરોપી મહિલા શબાનાબેન થીમને કસ્ટડીમાં લઈ ગુજરાતની અલગ જેલ પૈકીની ’ખાસ જેલ, ભુજ’ ખાતે ધકેલી દીધી છે. પોલીસની આ કડક કાર્યવાહીથી સ્પાની આડમાં અનૈતિક ધંધા કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *