આંબેડકરનગરમાં યુવાને ફિનાઇલ પીધું
શહેરની ભાગોળે કોઠારીયા સોલવન્ટમા મહિલાએ અગમ્ય કારણસર ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમા ગમગીની છવાઇ જવા પામી છે.જાણવા મળતી વિગત મુજબ કોઠારીયા સોલવન્ટમા સીતારામ સોસાયટી શેરી નં ર મા રહેતા હેમાલીબેન મનોજભાઇ ગુજરાતી (ઉ.વ. 33) નામના મહિલાએ ગઇ કાલે સાંજે પોતાના ઘરે અગમ્ય કારણસર ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમા ખસેડાઇ હતી જેનુ ટુંકી સારવાર દરમિયાન મોત નીપજયુ હતુ.પ્રાથમિક તપાસમા મૃતક હેમાલીબેન પેકીંગમા કામ કરે છે.
તેના લગ્ન 1પ વર્ષ પહેલા થયા હોવાનુ અને સંતાનમા બે પુત્ર હોવાનુ જાણવા મળ્યુ છે.જયારે બીજા બનાવમાં દોઢસો ફુટ રીંગ રોડ પર આંબેડકરનગરમા રહેતા સંજય બાબુભાઇ સોલંકી (ઉ.વ. 3ર) નામના યુવાને અગમ્ય કારણસર આસ્થા ચોકડી પાસે ફીનાઇલ પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમા ખસેડાયો હતો.