હિરામનનગરમાં મહિલા ઘરકામ કરતી વેળાએ ટેબલ પરથી પટકાતા મોત, સંતાનો નોધારા બન્યા

રૈયા રોડ પર હનુમાન મઢી પાછળ હિરામનનગરમાં રહેતાં મહિલા નજીકની અલ્કાપુરી સોસાયટીમાં ઘરકામ કરવા ગયા હતાં ત્યારે ટેબલ પરથી અકસ્માતે પડી જતાં માથામાં ગંભીર ઇજા…


રૈયા રોડ પર હનુમાન મઢી પાછળ હિરામનનગરમાં રહેતાં મહિલા નજીકની અલ્કાપુરી સોસાયટીમાં ઘરકામ કરવા ગયા હતાં ત્યારે ટેબલ પરથી અકસ્માતે પડી જતાં માથામાં ગંભીર ઇજા થતાં મોત નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. આ બનાવથી અગાઉ પિતાને ગુમાવી ચુકેલા ત્રણ સંતાને હવે માતા પણ ગુમાવતાં નોંધારા બન્યા છે.વધુ માહિતી અનુસાર,હનુમાન મઢી પાછળ હિરામનનગર મેઇન રોડ પર રહેતાં ઉષાબેન સંજયભાઇ બાવળીયા (ઉ.વ.45) નામના મહિલા ગઇકાલે હનુમાન મઢી નજીક અલ્કાપુરી સોસાયટી-2/11ના ખુણે શબનભાઇ ચારણીયાના ઘરે ઘરકામ કરવા ગયા હતાં ત્યારે ટેબલ પરથી અકસ્માતે પડી જતાં માથામાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. અહિ તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતાં.

તબિબોએ તેમને બચાવવા ખુબ પ્રયાસ કર્યો હતો. પરંતુ કમનસિબે રાત્રે તેમનું મૃત્યુ નિપજ્યું હતું.બનાવની જાણ હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂૂ, જયદિપસિંહ જાડેજા,તૌફિકભાઇ જુણાચ, ભાવેશભાઇ મકવાણા અને ધર્મેન્દ્રભાઇ હુદડે ગાંધીગ્રામ પોલીસને કરતાં પીએસઆઇ પી.બી. વારોતરીયાએ જરૂૂરી કાર્યવાહી કરી હતી.મૃત્યુ પામનાર ઉષાબેનને સંતાનમાં બે દિકરી અને એક નાનો દિકરો છે. જેમાં એક દિકરીના લગ્ન થઇ ગયા છે. અગાઉ ઉષાબેનના પતિનું અવસાન થયું હોઇ તેણી પારકા ઘરના કામ કરી ત્રણેય સંતાનો, પરિવારોનું ગુજરાન ચલાવતાં હતાં.તેઓ ખુબ મહેનતુ અને પરિવાર માટે આધારસ્તંભ હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *