જામનગર ના રણમલ તળાવ ના પાછળ ના ભાગ માં પાણી માં આજે બપોરે એક મહિલા કોઈ કારણસર પડી જતાં ડૂબી ગઈ હતી આ અંગે કોઈ એ ફાયરબ્રિગેડ ને જાણ કરતાં ફાયરની ટીમ દોડી ગઈ હતી.
ફાયરબ્રિગેડના સ્ટાફે તે મહિલા ને પાણી માંથી બહાર કાઢતા અંદાજે ચાલીસેક વર્ષના અને હસુબેન મૂંધવા નામની આ મહિલા મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. પોલીસે મૃતદેહનો કબજો સંભાળ્યો છે. અને તેમના પરિવાર ને જાણ કરી છે. આ મહિલા માનસિક બીમારીથી પીડાતા હોવાનું જાણવા મળી રહ્યું છે.
